જિલ્લાકક્ષાએ દિશા અંગેની જામનગર જિલલાની આગામી બેઠક તા. 14 જૂલાઇના રોજ કલેકટર કચેરી, જામનગર ખાતે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દિશા બેઠક તા. 15 જૂલાઇના રોજ કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મેળવનાર છે. આ બેઠકમાં રેલવે, ટેલિફોન, કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિગેરે લગત કોઇ પ્રશ્નો રજૂઆત હોય તેવા પ્રશ્નો પદાધિકારી-કાર્યકર્તા લોકોએ બેઠક અગાઉ સાંસદ પૂનમબેન માડમના જામનગર ખાતેના કાર્યાલય પર પહોંચે તે રીતે મોકલી આપવા જામનગર સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવ્યું છે.