Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સત્તાવાર મોતના આંકડા સામે સવાલ  

જામનગરમાં સત્તાવાર મોતના આંકડા સામે સવાલ  

કોવિડમાં જેટલા દર્દીના મૃત્યુ થયા તેનાથી વધુ ને સહાય ચૂકવાઈ ગઈ

- Advertisement -

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં પણ જે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે તેમના પરિજનોને 50 હજારની સહાય ચુકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોરોનામાં મૃત્યુને લઇને સરકારી આંકડાઓ અને વાસ્તવિક આંકડાઓને લઇને ફર્ક હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા છે તેનાથી વધુ લોકોને તો સહાય ચૂકવી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી 10095 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ અત્યાર સુધી 17હજારથી વધુ લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે. જો ખરેખર સરકારે કોરોનામાં જે લોકોના મુત્યુ થયા છે તે આંકડા સાચા દર્શાવ્યા છે તો તેનાથી વધુ લોકોને સહાય કઈ રીતે ચૂકવાઈ તે પણ પ્રશ્ન છે.

- Advertisement -

જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો તંત્રના આંકડાઓ મુજબ જામનગર જીલ્લામાં અત્યાર સુધી 614 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જે પૈકી 395ફોર્મ મંજુર કરવામાં આવ્યા છે. અને 395લોકોને સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. ત્યારે પ્રશ્ન તો એ છે કે જામનગર જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 368 લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિ માત્ર જામનગર જીલ્લાની નહી રાજ્યના અન્ય જીલ્લાઓની પણ છે.

કોરોના મૃતકોના વારસદારોને રૂ. 50 હજારની સહાય આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10095 મૃત્યુ થયા છે. કોરોના સહાય માટે 43 હજારથી પણ ફોર્મ વહેંચાઇ ગયા છે. 26 હજારથી વધારે ફોર્મ તો ભરાઇને પણ પરત આવી ગયા છે. જેમાંથી 17 હજારથી વધારે લોકોને સહાય પણ ચુકવાઇ ગઇ છે. અમદાવાદ જીલ્લામાં સૌથી વધુ 5200 ફોર્મ માન્ય કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી સૌથી ઓછા મોત ડાંગમાં થયા છે. અહીં 52 ફોમ માન્ય કરવામાં આવ્યા છે જે પૈકી 41ને સહાય ચૂકવી દેવામાં આવી છે.

- Advertisement -

આમ, સરકારે જાહેર કરેલા કોરોનાના સત્તાવાર મોતના આંકડા સામે સત્તાવાર રીતે સવાલ ઉભો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular