Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક ખાસ બેઠક - VIDEO

જી.જી. હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક ખાસ બેઠક – VIDEO

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં એક ત્રિમાસિક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ બેઠકમાં હોસ્પિટલને લગતા અનેક મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન ખાસ કરીને દર્દી-લક્ષી સેવાઓમાં ગુણવત્તા સુધારવા, હોસ્પિટલની સુવિધાઓ વધારવા, ખાલી પડેલ જગ્યાઓ પર સ્ટાફની ભરતી પ્રક્રિયા ઝડપી કરવા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ આધુનિક ઉપકરણો અને જરૂરી સાધનોની ઉપલબ્ધિ વધારવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો હતો.

- Advertisement -

આ બેઠકમાં હોસ્પિટલના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ તથા શહેરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી પણ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્યો દ્વારા હોસ્પિટલમાં ચાલી રહેલી ખામીઓ તથા દર્દીઓને વધુ સુવિધા મળી રહે તેવા મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી. રોગી કલ્યાણ સમિતિના કાર્ય અને જવાબદારીઓને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી જેથી હોસ્પિટલનું સંચાલન વધુ કાર્યક્ષમ બની શકે.

તે ઉપરાંત, હાલમાં જામનગર શહેર તથા આસપાસના વિસ્તારમાં ફેલાતી મોસમી રોગચાળો, ખાસ કરીને ડેન્ગ્યુ અને મલેરીયા જેવા મચ્છરજન્ય રોગો અંગે આરોગ્ય કમિશનર દ્વારા વિગતવાર સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવા તેમજ પ્રજાજાગૃતિ અભિયાનને વધુ તેજ કરવા સૂચના આપવામાં આવી. હર્ષદ પટેલે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “હોસ્પિટલ એ દર્દીઓ માટે સેવા કેન્દ્ર છે. દર્દીઓને સમયસર સારવાર, યોગ્ય દવાઓ, સુવિધાસભર વાતાવરણ અને માનવતા ભર્યો વ્યવહાર મળી રહે તે માટે તંત્રએ સંપૂર્ણ કાળજી લેવી જ જોઈએ.”

- Advertisement -

આ ત્રિમાસિક બેઠક દ્વારા માત્ર હોસ્પિટલની સુવિધાઓ જ નહીં પરંતુ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટેના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે આગામી સમયમાં જામનગરના નાગરિકોને સીધો લાભ આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular