Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરટેકાના ભાવે મગફળી-મગ-અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી લંબાવાઈ : કૃષિમંત્રી રાઘવજીભાઇ

ટેકાના ભાવે મગફળી-મગ-અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી લંબાવાઈ : કૃષિમંત્રી રાઘવજીભાઇ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તા. 10મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે

- Advertisement -

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે ખેડૂતલક્ષી નિર્ણયને બિરદાવ્યો હતો અને ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23ના ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે, તા. 29 ઓક્ટોબર 2022થી કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો હતો. તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું સધન આયોજન કરવામાં આવેલ છે.વર્ષ 2022-23માં મગફળીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી છે.

- Advertisement -

વધુમાં તેમણે ઉમેર્યું કે, ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ 25 સપ્ટેમ્બર થી શરૂ થયેલ છે જે 24 ઓક્ટોબર 2022 સુધી થનાર હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વીસીઈની હડતાલના કારણે નોંધણી થઈ શકેલ નથી. આથી ખેડૂતોને નોધણીમાં મુશ્કેલી ન પડે અને તમામ ખેડૂતોને નોંધણીની તક મળી રહે તે માટે હવે ખેડૂત નોંધણી 10મી નવેમ્બર સુધી કરાશે આથી સર્વે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે નોંધણી કરાવવા અનુરોધ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular