ગોંડલના રામજી મંદિરના પૂ.હરિચરણદાસજી બાપુની તબિયત ખુબ ગંભીર હોવાથી તેઓને ગોરા ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ઓક્સીજન પર રાખવામાં આવ્યા છે. ડોકટરો ગોંડલથી ગોરા જવા માટે નીકળી ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પુજારાના ગુરૂ અને ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસબાપુ જલ્દીથી સ્વસ્થ થાય તે માટે લાખો ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.