જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ કલેકટરની કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરી, તમામ તાલુકા મામલતદારઓની કચેરીઓ, ઝોનલ કચેરીઓ, જી.જી. હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન -2,3,4, મહેસૂલ સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ અને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી અને તેની હેઠળની ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જિલ્લામાં આવેલ તમામ અન્ય સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. જ્યાં દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ હેતુસર આવે છે. કેટલાક બનાવો પરથી ઉપરોક્ત તમામ કચેરીઓના આસપાસના સ્થળોએ કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરીને જાહેર જનતા પાસેથી છેતરપિંડી આચરીને પૈસા પડાવવામાં આવે છે, અને જાહેર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ કારણોસર જિલ્લામાં આવેલ કલેકટરની કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરી, તમામ તાલુકા મામલતદારઓની કચેરીઓ, ઝોનલ કચેરીઓ, જી.જી. હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન -2,3,4, મહેસૂલ સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ અને તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી અને તેની હેઠળની ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જિલ્લામાં આવેલ તમામ અન્ય સરકારી કચેરીઓમાં જ્યાં દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા જિલ્લાની સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ હેતુસર આવેલ હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઇસમોની ટોળી પર આ તમામ સરકારી કચેરીઓમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરીને, લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર મિતેષ પંડ્યા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા આગામી તા. 4 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવવામાં આવે છે. જાહેરનામાંનો ભંગ કરનારને અને તેમાં મદદ કરનારને ગુજરાત રાજ્ય પોલીસ અધિનિયમ -1951ની કલમ -135ની પેટા કલમ (1) મુજબ શિક્ષાને પાત્ર થશે.