ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે. હવે ગણતરીના કલાકો બચ્યા છે. ત્યારે જામનગરની વિધાનસભા સીટ 78-જામનગર ઉત્તરના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર રિવાબા જાડેજા દ્વારા શહેરના અલગ અલગ વોર્ડમાં જનસંપર્ક ચાલી રહ્યો છે. લોકો તરફથી આ યુવા ઉમેદવારને જનસમર્થન મળી રહ્યું છે. શહેરના અલગ અલગ સમાજના આગેવાનો સાથે મળેની સંમેલનો યોજીને લોક સંપર્કોનું આયોજન પણ થઇ રહ્યું છે. રિવાબાની આ વિકાસયાત્રામાં લોકો દ્વારા તેમને પુરો સાથ-સહકાર મળી રહ્યો છે.
ભારતમાં જ્યારે નરેન્દ્રભાઇની સરકાર હોય અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઇની એમ ડબલ એન્જિન સરકાર હોય ત્યારે જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પસંદ કરીને ત્રિપલ એન્જિન સરકાર બનાવીને આ વિકાસની યાત્રાને વેગ આપવા માટે રિવાબા દ્વારા લોકોને પોતાનો પવિત્ર અને કિંમતી મત કમળને આપીને ભગવો લહેરાવવા આહવાન કરવામાં આવે છે.
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા કે, જેઓ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ છે. તેઓને એક યુવા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે. તેઓએ જિલ્લાના 200થી વધુ ગામ સુધી પહોંચીને છેવાડાના માનવીની સમસ્યાઓને વાંચા આપીને વિકાસના કામો કર્યા છે. તેઓએ સરકારી યોજનાઓને જરુરીયાતમંદ લોકો સુધી પહોંચાડીને આ યોજનાઓનો લાભ લોકોને અપાવ્યો છે. ત્યારે સમગ્ર 78-મત વિસ્તારના લોકોએ રિવાબાને આવકારી તેમની સાથે આ સફરમાં જોડાવાની તૈયારીઓ બતાવી છે. લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ માટે લોકોએ જે આશા અને અપેક્ષા રિવાબા પર રાખી છે. તે તમામ આશા પર ખરા ઉતરવાની તેમની તૈયારીઓ છે.
શહેરના દરેક વિસ્તારોમાં જનસંપર્ક દરમિયાન તેમને પ્રજાનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા દ્વારા પણ તેમના પ્રચાર માટે અલગ અલગ વોર્ડમાં રોડ-શો યોજવામાં આવ્યા હતાં. જ્યારે રિવાબા પણ સમાજમાં દરેક જ્ઞાતિના આગેવાનો સાથે મળે તે પણ સંપર્ક કરી રહ્યાં છે. ત્યારે ગુલાબનગર સતવારા સમાજની મિટિંગ યોજીને સમાજના કારોબારી, સલાહકાર સમિતિ અને આગેવાનો અને સમુહલગ્ન સમિતિ સાથે મળીને તેમના સમાજ વિશે ચર્ચા કરી અને સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે આહવાન કર્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇના આહવાનને ધ્યાને લઇ આગામી તા. 1 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન હોય ત્યારે 78-વિધાનસભાના ઉમેદવાર રિવાબા જાડેજાને જંગી બહુમતિથી જીતાડવા ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મતદાન થાય એ રીતે ગુલાબનગર સતવારા સમાજે એક જ સૂરે જોર-જુસ્સાથી જંગી મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇના હાથ મજબૂત કરવા અને વ્કિરાસના કાર્યોને વેગ અપાવવા સતવારા સમાજે સર્વાંનુમત્તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રિવાબા જાડેજાને જંગી બહુમતિથી જીતાડવા.
આ તકે સમાજની મિટિંગમાં સતવારા સમાજના પ્રમુખ, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન જસરાજભાઇ પરમાર, ઉપપ્રમુખ રમેશભાઇ નકુમ, મંત્રી હરિભાઇ બુમતારીયા, હિતેશભાઇ કણઝારીયા, ભરતભાઇ પરમાર, જયંતિભાઇ ખાણધર, સમાજના માર્ગદર્શક માવજીભાઇ નકુમ, ડે.મેયર તપન પરમાર, પૂર્વ ડે.મેયર મનસુખભાઇ ખાણધર, કિશોરભાઇ પરમાર, સમુહલગ્ન સમિતિના ઉપપ્રમુખ પુનિતભાઇ ખાણધર, મહેશભાઇ પરમાર, દિનેશભાઇ નકુમ, રાજુભાઇ પરમાર, પ્રવિણભાઇ પરમાર, પી.પી. પરમાર, મગનભાઇ પરમાર, જીવણભાઇ નકુમ તેમજ બહોળી સંખ્યામાં સતવારા સમાજ હાજર રહ્યા હતાં. ચૂંટણીના આ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે 78-જામનગરના ઉમેદવાર રિવાબાને લોક સમર્થન મળી રહ્યું છે.