Saturday, December 21, 2024
Homeરાજ્યવિજય વિશ્વાસ સાથે જામજોધપુર ભાજપ ઉમેદવાર ચિમનભાઈ સાપરિયાનો લોકસંપર્ક

વિજય વિશ્વાસ સાથે જામજોધપુર ભાજપ ઉમેદવાર ચિમનભાઈ સાપરિયાનો લોકસંપર્ક

ગામડે-ગામડે પ્રચાર-પ્રસાર : પ્રજાનો જબરો પ્રતિસાદ : જામજોધપુરના સોંગઠી અને કલ્યાણુપરમાં ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન : ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો જેવા માહોલ

- Advertisement -

જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપાના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયા દ્વારા ગામડે-ગામડે ફરીને ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપાના ચૂંટણી પ્રચારમાં પ્રજાનું બહોળું સમર્થન સાંપડી રહ્યું છે. ગામેગામ ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યા છે સાથે-સાથે ચિમનભાઈને તેમની જીતનો વિશ્ર્વાસ આપી રહ્યા છે. ચિમનભાઈ દ્વારા જામજોધપુરના સોંગઠી ગામે વિજય સંકલ્પ સાથે બેઠક યોજી લોકસંપર્ક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સી.એમ.વાછાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર અગ્રણી મોહનભાઈ નકુમ, જામજોધપુર પ્રભારી ભરતભાઈ અકબરી, સમાણાના આગેવાન દેવરાજભાઈ, જામજોધપુર તાલુકા ભાજપ મહામંત્રી નંદલાલ સિદપરા, શેઠવડાળા જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચોવટીયા, રમણિકભાઈ વસોયા (પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), સમાણા સરપંચ કલ્પેશભાઈ વાદી, ઉકાભાઈ નારીયા (પૂર્વ ચેરમેન યાર્ડ), ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ શૈલેશભાઈ સાકરીયા,ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર, સંજયભાઈ ( ઈલોરા) તેમજ સોંગઠીના રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા, પ્રવીણસિંહ જાડેજા સહિતના ગામના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ઉપરાંત ચિમનભાઈ દ્વારા હોદ્ેદારો-કાર્યકર્તાઓ સાથે જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં પ્રચાર દરમિયાન વિજય સંકલ્પ બેઠક અંતર્ગત ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સી.એમ.વાછાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર અગ્રણી મોહનભાઈ નકુમ , જામજોધપુર પ્રભારી ભરતભાઈ અકબરી, સમાણાના આગેવાન દેવરાજભાઈ, જામજોધપુર તાલુકા ભાજપ મહામંત્રી નંદલાલ સિદપરા, શેઠવડાળા જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચોવટીયા, રમણિકભાઈ વસોયા (પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), સમાણા સરપંચ કલ્પેશભાઈ વાદી, ઉકાભાઈ નારીયા (પૂર્વ ચેરમેન યાર્ડ), ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ શૈલેશભાઈ સાકરીયા, ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર, સંજયભાઈ (ઈલોરા) તેમજ કલ્યાણપુરના ડીકેનભાઈ ભગવાનજીભાઈ, સુભાષભાઈ મનજીભાઈ, સુરેશભાઈ લાલજીભાઈ, સુભાષભાઈ રામજીભાઈ, વલ્લભભાઈ અરજીભાઈ સહિતના ગામના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular