Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયાના પોસ વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલથી સ્થાનિકોમાં રોષ

ખંભાળિયાના પોસ વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલથી સ્થાનિકોમાં રોષ

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઈટ ચોક નજીક આવેલી દુકાનો પાસે મેડિકલના વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવાની બાબતે સ્થાનિક રહીશ દ્વારા વિરોધની વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયામાં પોસ વિસ્તાર એવા નવાપરા, શેરી નંબર 16 ખાતે મહિલા બાળ અને કમિશનર કચેરી નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાં આસપાસના રહીશો અવાર-નવાર કચરો નાખી જાય છે.

આટલું જ નહીં, આ વિસ્તારમાં મેડિકલમાં વપરાતી ચીજ વસ્તુઓ, સીરિંઝો, જેવો મેડિકલ વેસ્ટ પણ ફેંકવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ ગંભીર બાબતે નગરપાલિકા તંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ સ્થાનિકોએ પ્રતિભાવ વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular