ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત જામનગર આરટીઓ કચેરી ખાતે નિશુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરીએ આવતા વાહનચાલકો તેમજ નાગરિકોએ આ કેમ્પમાં પોતાની આંખોની તપાસ કરાવી હતી. માર્ગ સલામતીમાં દૃષ્ટિનું મહત્વ હોવાને કારણે આ કેમ્પને લોકોએ ભારે પ્રતિસાદ આપ્યો હતો.
View this post on Instagram
કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આંખોની યોગ્ય તપાસથી વાહન અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે, તે અંગે પણ નાગરિકોને સમજાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને અકસ્માતો ઘટાડવા માટે આવનારા દિવસોમાં પણ આવા જાગૃતિસભર કાર્યક્રમો યોજવામાં આવશે.


