મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની જાગૃત્તા, સાયબર ક્રાઈમ જાગૃત્તા તથા પોકસો એકટ સહિતની બાબતો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ બાળકોને સાથે રાખી લોકોને સમજાવવામાં આવ્યા હતાં.

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની જાગૃત્તા તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃત્તા, પોકસો એકટ મુજબના કાર્યક્રમો કરવા સુચના આપી હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.એ.જાડેજાની સૂચનાથી નવા વઘાસિયા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાગૃતત્તા તથા સાયબર ક્રાઈમ અંગે જાગૃત્તતા આવે તથા પોકસો એકટ મુજબ માહિતી આપી માહિતગાર કરી બાળકોને સાથે રાખી વઘાસિયા ટોલનાકા પાસે નેશનલ હાઈવે ઉપર અવરજવર કરતા વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃત્તા આવે તે સમજાવવા માટે ‘બાળકો સમજાવે હવે તો સમજો’ નો અભિગમ અપનાવી હેલ્મેટ પહેરવા તથા સીટ બેલ્ટ બાંધવા માટે સમજાવવામાં આવ્યા હતાં. નાના બાળકો દ્વારા ગુલાબના ફુલ આપી ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજાવ્યા હતાં. જનજાગૃત્તિ કાર્યક્રમમાં વઘાસિયા ટોલપ્લાઝાના મેનેજર તથા વઘાસિયા પ્રાથમિક શાળાના શિક્ષકોનો સહકાર મળ્યો હતો.