Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપંચકોશી એ ડિવિઝનના એડહોક પીએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

પંચકોશી એ ડિવિઝનના એડહોક પીએસઆઈ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

પીધેલનો અને કાર કબ્જે ન કરવા માટે એક લાખની માંગણી : 50 હજારમાં ફાઇનલ : લાંચ લેતા એસીબીની ટીમે એડહોક પીએસઆઈને ઝડપી લીધા

જામનગરમાં ઠેબા ચોકડીથી શહેર તરફના રોડ પર આવતા કારચાલકને પીએસઆઇએ આંતરીને પીધેલાનો કેસ કરવા અને કાર કબ્જે કરવા જણાવી એક લાખની લાંચની માંગણી કરી હતી અને 50 હજારમાં ફાઈનલ થયા બાદ આ લાંચની રકમ સ્વીકારતા એડહોક પીએસઆઈને જામનગર એસીબીએ રંગે હાથ ઝડપી લઇ કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક ઠેબા ચોકડીથી જામનગર તરફ આવતી કારને પંચકોશી એ ના એડહોક પીએસઆઈ જે.કે. રાઠોડ તથા સ્ટાફે આંતરી હતી અને ચાલક સહિતના બે વ્યક્તિઓને પીધેલાનો કેસ કરવા બન્ને પાસેથી 50-50 હજાર રૂપિયાની માંગણી કરી હતી ત્યારબાદ થોડી રકઝક પછી આખરે રૂા.50 હજાર આપવાનું ફાઈનલ થયું હતું. જાગૃત નાગરિક આ લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જે સંદર્ભે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી. જાડેજાની સૂચનાથી પીઆઈ એ.ડી. પરમાર તથા સ્ટાફે લાંચનું છટકું ગોઠવ્યું હતું અને સોમવારે સાંજના સમયે જાગૃત નાગરિકે એડહોક પીએસઆઇ જે.કે. રાઠોડને રૂા.50 હજારની લાંચ આપી હતી.

તે દરમિયાન જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને એડહોક પીએસઆઈ જે.કે. રાઠોડને રૂા.50 હજારની લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી લીધા હતાં તેમજ અટકાયત કરી પીએસઆઈનો કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પીએસઆઈને 11 મહિના માટે પ્રમોશન આપવામાં આવ્યું હતું. એસીબીની ટીમે પીએસઆઈની વધુ પૂછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular