Monday, December 23, 2024
Homeરાજ્યહાલારગાગવા ગામના મુળ વતની પરિવારની જમીન અંગેની અપીલ માન્ય રાખતાં પ્રાંત અધિકારી

ગાગવા ગામના મુળ વતની પરિવારની જમીન અંગેની અપીલ માન્ય રાખતાં પ્રાંત અધિકારી

ગામ નમૂના નં. 6માં દાખલ થયેલ હક્ક કમી કરવા અંગેની નોંધને પ્રમાણ્ય કરવા અંગેનો સર્કલ ઓફિસરનો નિર્ણય રદ્

- Advertisement -

ગાગવા ગામના મુળ વતની મહાજન પરિવારની કિંમતી ખેતીની જમીનોના અનુસંધાનની અપીલ પ્રાંત અધિકારીએ માન્ય રાખી ગામ નમૂના નં. 6માં દાખલ થયેલ હક્ક કમી અંગેની નોંધને પ્રમાણ્ય કરવા અંગેનો સર્કલ ઓફિસરનો નિર્ણય રદ્ કરવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગર (ગ્રામ્ય) તાલુકાના મોજે ગાગવા ગામે નરશી રાજપાર તથા ઝવેરચંદ રાજપારના સંયુકત ખાતે જુદી જુદી જમીનો છે. ઝવેરચંદ રાજપાર ગુઢકાનું સને 2003માં અવસાન થયેલ અને ત્યારબાદ સને 2010 માં ઝવેરચંદ રાજપારનું બનાવટી સોગંદનામું ઉભું કરી અને તે સોગંદનામા તથા અરજીના આધારે ગામ નમુના નં. 6માં નોંધ નં. 725 થી ઝવેરચંદ રાજપારનો હકક કમી કરવા અંગેની નાંધ દાખલ કરાવી લઈ અને તે નાંધને પ્રમાણિત કરાવી લેવાઈ હતી. જેની જાણ ઝવેચંદ રાજપાર ગુઢકાના વારસદાર પુત્રી જસ્મીનાબેન વાઈફ ઓફ કેતન ગાંધીને થતાં તેઓ દ્વારા જામનગરના જાણીતા વકીલ હેમલ એચ. ચોટાઈ તથા હિરેન એમ. ગુઢકા (એડવોકેટ)ને વકીલ તરીકે રોકી વિવાદ અરજીમાં પક્ષકાર તરીકે પ્રતિવિવાદી તરીકે ધીરજલાલ નરશી ગુઢકા વિગેરેને પક્ષકાર તરીકે જોડી પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય)ની કોર્ટમાં વિલંબ માફ કરવાની અરજી સાથે અપીલ કરી હતી. વિવાદ અરજીમાં પક્ષકાર તરીકે પ્રતિવિવાદીઓ તરીકે ધીરજલાલ નરશી ગુઢકા વિગેરે જેમાં પ્રથમ વિલંબ માફ કરવાની અરજી અંગે સુનાવણી રાખવામાં આવેલ હતી, તેની મુદતો દરમ્યાન વિવાદીના વકીલ હિરેન એમ. ગુઢકાએ વિલંબ માફ કરવા અંગેનું કારણ સંતોષકારક રીતે સમજાવતાં ખુલ્લી કોર્ટમાં વિલંબ માફ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અપીલ રજીસ્ટરે લેવામાં આવેલ અને અપીલની સુનાવણીઓ યોજવામાં આવી હતી.

જે દરમ્યાન વિવાદીના વકીલ હિરેન એમ. ગુઢકાએ કરેલી દલીલો ધ્યાને લઈ પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્યની કોર્ટ દ્વારા એવું તારણ આપવામાં આવેલ કે, જામનગર તાલુકાના ગાગવા ગામના જુના સ.નં. 43, 75, 167 જેના અનુક્રમે નવા સ.નં. 192, 81, 284 છે. સદરહુ સર્વે નંબરમાં ઝવેરચંદ રાજપાર એ સોગંદનામું કરી પોતાનો હકક જતો કરવા અરજી કરવામાં આવી છે. આ અરજી સાથે તા.20/8/2010નું સોગંદનામું કામના કાગળોમાં રજુ થયેલ છે. જે આધારે ગામ દફતરે વાદગ્રસ્ત નોંધ નં. 725 તા.13/08/2010ના રોજ દાખલ થઇ છે તથા તા.8/12/2010 થી પ્રમાણિત થયેલ છે. વિવાદીની રજુઆત મુજબ ઝવેરચંદ રાજપાર ગુઢકાનું તા.26/12/2003 ના રોજ અવસાન થયું છે. જે અંગેનું અસલ મરણ પ્રમાણપત્ર મ્યુનીસીપલ કોર્પોરેશન મુંબઈ નં.001396 તા.14/1/2004નું આ કામે રજુ થયેલ છે.

- Advertisement -

જે સામે સામાવાળા તરફથી મરણ પ્રમાણપત્ર ખોટું હોવાની રજુઆત કરી નથી કે મરણ પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત કર્યું નથી. જેથી આ કામે રજુ થયેલ મરણ પ્રમાણપત્ર સાચુ માનવાનું રહે છે. તેઓનું મરણ 2003માં થયેલ હોય તો સને 2010માં કરવામાં આવેલ સોગંદનામું બનાવટી હોવાની વિવાદીની દલીલને સમર્થન મળે છે. તથા પ્રતિવાદી-2વાળાએ પણ વિવાદીની રજુઆતમાં તથ્ય હોવાની બાબતનો સ્વીકાર કરેલ છે. સામાવાળા 3 થી પ વાળાએ આ બાબતે મૌન રહેલ છે જેથી વિવાદીની વિવાદ અરજીને સ્વીકૃતી ગણી શકાય. સને 2010 માં કરવામાં આવેલ સોગંદનામું બનાવટી હોઈ, જેથી તે આધારે ગામ દફતરે પ્રમાણિત થયેલ નોંધમાં હસ્તક્ષેપ કરવો ઉચીત જણાતો હોય તેવું ઠરાવીને પ્રાંત અધિકારી દ્વારા વિવાદીની વિવાદ અરજી માન્ય રાખી ગાગવા ગામની વાદગ્રસ્ત હકક કમી નોંધ નં. 725, તા.8/12/2010નો સર્કલ ઓફીસર, જામનગરનો નિર્ણય રદ કરવા સબબનો હુકમ કર્યો છે. આમ, આ કેસમાં વિવાદી (અપીલ કરનાર) જસ્મીનાબેન ઝવેરચંદ ગુઢકા વાઈફ ઓફ કેતન ગાંધીની જીત થઈ છે અને આ કેસમાં વિવાદી તરફે જામનગરના જાણીતા એડવોકેટ હેમલ એચ. ચોટાઈ તથા હિરેન એમ. ગુઢકા (એડવોકેટ) રોકાયેલ હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular