જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના બોરાડુ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પ્રૌઢાએ બીમારીથી કંટાળીને તેમના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના બોરાડુ વાડી વિસ્તારમાં આવેલી વરૂણભાઈની વાડીમાં ખેતમજૂરી કરતા રમેશભાઈ ઉર્ફે રવજીભાઈ વારસકીયા નામના પ્રૌઢના પત્ની જયાબેન વારસકીયા (ઉ.વ.55) નામના પ્રૌઢાને જુની તાવની બીમારી હોય અને તેની દવા ચાલતી હતી તથા લોહી ઉડી જવાની બીમારીની સારવાર પણ ચાલતી હોવા છતાં તબિયતમાં નોંધપાત્ર સુધારો થતો ન હતો. બીમારીની કારણે જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.