Friday, November 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરની લાઇફલાઇન ચિલ્ડ્રન હોસ્પિટલે લાભ પાંચમે લક્ષ્મીજી વધાવ્યા

જામનગરની લાઇફલાઇન ચિલ્ડ્રન હોસ્પિટલે લાભ પાંચમે લક્ષ્મીજી વધાવ્યા

786 ગ્રામ અને 26 અઠવાડિયા વહેલી જન્મેલી બાળકીને 74 દિવસની સારવાર બાદ સ્વસ્થ ડિસ્ચાર્જ કરાઇ

- Advertisement -

જામનગરની લાઇફ લાઇન ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા 786 ગ્રામ સાથે 26 અઠવાડિયા વહેલી જન્મેલી બાળકીને 74 દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરની લાઇફલાઇન ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા લાભ પાંચમના શુભ દિવસે લક્ષ્મીજીની વધામણી સાથે શહેર માટે ગૌરવરૂપ કાર્ય કર્યુ હતુ. ગત તા. 24 ઓગસ્ટ 2024ના રોજ માત્ર 786 ગ્રામ સાથે એક પ્રિમેચ્યોર બાળકીનો 26 અઠવાડિયા જેટલો વહેલો જન્મ થયો હતો. આ બાળકીને જામનગરની લાઇફ લાઇન ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે રખાઇ હતી જેમાં બાળકીને 74 દિવસ સુધી એનઆઇસીયુમાં સઘન સારવાર અપાઇ હતી. 74 દિવસની સારવાર બાદ બાળકીને સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં જામનગરની લાઇફલાઇન ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા ડિસ્ચાર્જ અપાતા પરિવારે હોસ્પિટલનો આભાર વ્યકત કર્યો હતો.

લાઇફલાઇન ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગરમાં 24×7 કાર્યરત છે. જેમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધીના માટે અતિ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં ડૉ. સંદિપ પાગડર, ડૉ. શિવમ બદિયાણી તથા ડૉ. ઉત્કર્ષ પંડયાની ટીમ સારવાર આપી રહી છે. અધુરા અઠવાડિયે જન્મેલા બાળકોની સારવાર માટે અતિ આધુનિક એનઆઇસીયુ જેવી સુવિધા જામનગર શહેરમાં હોવી એ શહેર માટે ગૌરવની બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular