Friday, April 19, 2024
Homeમનોરંજનભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવપૂર્ણ ક્ષણો

ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવપૂર્ણ ક્ષણો

સત્યજીત રેની અને આમિર ખાનની ફિલ્મો દુનિયાની બેસ્ટ મુવી એન્ડીંગ ફિલ્મોમાં સામેલ

- Advertisement -

પ્રાઉડ મોમેન્ટ: આમિર ખાનની લગાન તથા સત્યજીત રેની અપૂર સંસાર દુનિયાની બેસ્ટ મૂવી એન્ડિંગ ફિલ્મમાં સામેલ, વલ્ચરે ટોપ 101 લિસ્ટ બનાવ્યું.

- Advertisement -

મેગેઝિન વલ્ચરે 101 બેસ્ટ એન્ડિંગ મૂવી લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં ભારતની ત્રણ ફિલ્મ સામેલ છે. ભારત માટે આ ગૌરવની વાત છે. જોકે, મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બે લિસ્ટમાં સામેલ નથી, પરંતુ તેનો ઉલ્લેખ 15 એવી ફિલ્મમાં કરવામાં આવ્યો છે, જેનું એન્ડિંગ બેસ્ટ છે પણ લિસ્ટમાં સામેલ થઈ શકી નથી.

આશુતોષ ગોવારિકરના ડિરેક્શનમાં 2001માં બનેલી લગાન 90મા ક્રમે છે. સત્યજીત રેની ફિલ્મ અપૂર સંસાર 41મા સ્થાને છે. આ ફિલ્મ 1959માં આવી હતી. લિસ્ટ બનાવનાર ટીમે દરેક ડિરેક્ટરની ફિલ્મ જોઈ હતી અને પછી આ યાદી બનાવી હતી. વલ્ચરની ટીમે લિસ્ટ શેર કરતાં કહ્યું હતું, અમે ટોન, ઓરિજિન, ઑથરશિપ, સબ્જેક્ટ મેટર તથા પ્રકારની ડાયવર્સિટી રાખી છે. અમે ફિલ્મના અંતમાં એ જોયું કે તેમાં શું ખાસ છે. સૌથી જરૂરી ફિલ્મનું ટાઈટલ એન્ડિંગ સાથે મેચ થાય તે જરૂરી હતું. આ વાતે વલ્ચર ટીમને ફિલ્મ સાથે કનેક્ટ કરી હતી. વલ્ચરે પોતાની વેબસાઈટ પર પણ 101 ફિલ્મના એન્ડિંગ સીન શેર કર્યાં છે.

- Advertisement -

સત્યજીત રેએ અપૂર સંસાર બનાવીને વર્લ્ડ સિનેમાને આપેલું સૌથી મોટું યોગદાન છે. એક પિતા પોતાના દીકરાની સરખી રીતે દેખરેખ રાખી શકતો નથી, કારણ કે દીકરાને જન્મ આપ્યા બાદ પત્નીનું મોત થઈ જાય છે. દર્દ, નુકસાન, ઈજા, ક્રાફિ્ંટગ એન્ડિંગ દિલને સ્પર્શી જાય છે. આથી ફિલ્મ આ યાદીમાં સ્થાન બનાવી શકી છે. ઉલ્લેખનીય છે કે વલ્ચર અમેરિકા સ્થિત એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular