જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ખવડની તસ્વીરો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજના યુવક ઉપર દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાન દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. જેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ હુમલાના વિરોધમાં કાલાવડમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા દેવાયત ખવડની તસ્વીર સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમજ રાજકોટ પોલીસ ઉપર પણ સવાલ ઉઠાવાયા હતાં.
હજુ સુધી દેવાયત ખવડની ધરપકડ થઈ ન હોય, ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છવાઈ હતી. કાલાવડ તાલુકામાં કોઇપણ જગ્યાએ દેવાયત ખવડનો કાર્યક્રમ નહીં કરવા દેવાની પણ ચિમ્મકી ઉચ્ચારવામાં આવી હતી.