જામનગરમાં તલાટી મંત્રીઓ દ્વારા તેમના પડતર પ્રશ્ર્ને આજે રાજ્યમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં જામનગર શહેર અને જામજોધપુરમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા તેમના પડતર પ્રશ્ર્ને કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી પડતર પ્રશ્ર્નો માટે તાત્કાલિક ઉકેલ લઇ આવવા માંગણી કરી હતી. જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પરેશ પારંગી અને જામજોધકપુર તલાટી કમ મંત્રીના પ્રમુખ એ.એલ. સોલંકીની આગેવાનીમાં કર્મચારીઓેએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.