ગુજરાત બેંક વર્કસ યુનિયન જામનગર યુનિટ દ્વારા આજરોજ બેંકોના ખાનગીકરણના વિરોધમાં સજુબા સ્કુલ નજીક યુકો બેંકની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
આગામી તા.27-28 ના રોજ બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરવાના હોય તે પૂર્વે આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મજૂર કાયદા સરકાર દ્વારા ઘટાડી નાખવાનું આયોજન, બેંકોના ખાનગીકરણ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.