Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ દ્વારા સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન

અન્ન અધિકાર અભિયાન અંતર્ગત મોંઘવારી સામે સૂત્રોચ્ચાર કરી દેખાવ

- Advertisement -

જામનગર સહિત ગુજરાતમાં જ્યારે ભાજપનું સુશાસનની ઉજવણી થઇ રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા આજે સતત ત્રીજા દિવસે આ સુશાસન ઉજવણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આજરોજ અન્ન અધિકાર અભિયાન અંતર્ગત દેશમાં વધતી મોંઘવારીનો વિરોધ કરી સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.

- Advertisement -


કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રાજ્ય સરકારના સુશાસન ઉજવણી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે સુશાસન પર્વ અંતર્ગત અન્નોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અન્ન અધિકાર અભિયાન યોજાયું હતું. લાલબંગલા સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા દેશમાં વધતી મોંઘવારીના વિરોધમાં સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં. મોંઘી દાળ, મોંઘુ તેલ, અનાજ-પાણી, દૂધ-તેલનો ના પોસાય તેવો વહીવટી સહિતના પોસ્ટરો દર્શાવી કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ ઉપરાંત વધતી મોંઘવારીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ એસ.ટી. બસ રોકી વિરોધ કર્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટરો નુરમામદ પલેજા, ધવલ નંદા, આનંદ રાઠોડ, રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, કોંગ્રેસ અગ્રણી સરાહાબેન મકવાણા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને રસ્તા રોકી રાજ્ય સરકાર વિરુધ્ધ દેખાવો કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular