સિનેમા હોલમાં બહારના ખાદ્ય પદાર્થોને મંજૂરી આપવી કે નહીં તેનો અધિકાર માલિકોનો હોવાનો ચૂકાદો સુપ્રિમકોર્ટે આપ્યો છે. સુપ્રિમકોર્ટના આ ચૂકાદાથી સિનેમા માલિકોને રાહત થઇ છે. તો બીજી તરફ આ સામે ચળવળ ચલાવતાં લોકોને ફટકો પડયો છે. સુપ્રિમ કોર્ટે 2018ના જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચૂકાદાને ફગાવી દીધી હતો.સિનેમા હોલમાં બહારના ખાદ્ય પદાર્થો લાવવા અંગેના ચાલતા એક કેસમાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, સિનેમા હોલ એક ખાનગી મિલ્કત છે અને તેના માલિક પોતાની મરજી મુજબ નિયમો બનાવી શકે છે. આ નિયમો જાહેર હિત કે જાહેર સુરક્ષાની વિરૂધ્ધમાં ન હોવા જોઇએ. આ ચૂકાદાનો અર્થ એ થયો કે, દર્શકો સિનેમા હોલમાં પોતાનો નાસ્તો કે અન્ય ખાદ્ય પદાર્થો લઇ જઇ શકશે નહીં અર્થાત સિનેમા હોલમાં મળતાં મોંઘા પોપર્કોન અને સોફટ ડ્રિંકસથી જ કામ ચલાવવું પડશે.


