Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરકેન્દ્રની યોજના અંતર્ગત જામનગરને 50 ઇલેકટ્રિક બસ ફાળવવા દરખાસ્ત

કેન્દ્રની યોજના અંતર્ગત જામનગરને 50 ઇલેકટ્રિક બસ ફાળવવા દરખાસ્ત

ઘાંચીની ખડકીવાળા ડીપી રોડની અમલવારી નવા ચેરમેન પર છોડી દેવામાં આવી : જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં 3.92 કરોડના ખર્ચને બહાલી

- Advertisement -

કેન્દ્ર સરકારની ઇ-બસ સેવા યોજના અંતર્ગત રાજ્ય સરકારની સહાય સાથે જામનગર શહેરને 50 ઇલેકટ્રિક બસ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે. જયારે ટીટોડી વાડી પાછળથી ઘાંચી ખડકી સુધીના ડીપી રોડની અમલવારી સ્થાયી સમિતિના આગામી ચેરમેન પર છોડી દેવામાં આવી છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઇ-બસ સેવા યોજના અંતર્ગત રાજય સરકારની સહાય સાથે કુલ 50 ઇલેકટ્રિક બસો જામનગર શહેરને ફાળવવામાં આવે તેવી દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉ5રાંત બેઠકમાં શહેરમાં ટીટોડી વાડીની પાછળથી ઘાંચીની ખડકી સુધીમાં 24 મીટર પહોળા ડીપી રોડની અમલવારી કરવા માટે અસરગ્રસ્તોને સાંભળવા તેમજ અમલવારી અંગેનો નિર્ણય આગામી ચેરમેન પર છોડી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના ચેરમેન મનિષ કટારિયાની આ અંતિમ બેઠક હતી. આગામી બેઠક નવા ચેરમેનના અધ્યક્ષસ્થાને મળશે. સ્થાયી સમિતિની આજે બુધવારે યોજાયેલી બેઠકમાં કુલ 3.92 કરોડના જુદા-જુદા કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર ડીએન મોદી, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, ઇન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ, ઇન્ચાર્જ આસી. કમિશન ટેકસ જીગ્નેલ નિર્મલ તથા જુદા-જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular