Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરVideo : લાંચિયા કોર્પોરેટરને ગેરલાયક ઠરાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત

Video : લાંચિયા કોર્પોરેટરને ગેરલાયક ઠરાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત

જામ્યુકો માટે ધોળો હાથી સાબિત થઇ રહ્યું છે...વેક્યુમ સ્વિપર મશીન...!!! : ચાંદી બજારના ચોકમાં થશે 15 ઓગષ્ટની ઉજવણી

- Advertisement -

લાંચ લેતાં ઝડપાયેલા જામનગરના વોર્ડ નં.6ના બસપાના કોર્પોરેટર ફુરકાન અકિલ શેખને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા હાથ ધરવા માટે નાયબ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તને રાજયસરકારમાં રિપોર્ટ કરવાની ભલામણ સાથે મંજુરી માટે સામાન્ય સભામાં મોકલવામાં આવી છે. આ અંગે આગામી સામાન્ય સભામાં નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના ચાંદીબજાર ચોકમાં આગામી સ્વાતંત્ર્ય પર્વની શહેર કક્ષાની ઉજવણી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં રંગમતી નદીના પટ્ટમાં સીગલ મેળા માટે કોઇ ટેન્ડર નહી આવતાં આ મેળાની અપસેટ પ્રાઇઝ ઘટાડીને રિ-ટેન્ડરીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે વોર્ડ નં.11માં શ્યામ ટાઉનશીપ, યોગેશ્ર્વનગર સોસાયટી, સત્યસાંઇનગરમાં રૂા.89 લાખના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવામાં આવશે.

- Advertisement -

જામનગર શહેરના મુખ્યમાર્ગોની સફાઇ કરતાં ટ્રક માઉન્ટેડ પાવર વેક્યુમ સ્વિપર મશીનની જાળવણી અને તેના સંચાલન માટે ત્રણ વર્ષનું રૂા.92 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. આમ એક વર્ષનું રૂા.31 લાખનું ખર્ચ એટલે કે, આ મશીન ચલાવવા માટે જામ્યુકો રોજના સરેરાશ રૂપિયા 8500 ખર્ચે છે. જામ્યુકો માટે આ મશીન ધોળો હાથી સાબિત થઇ રહ્યું હોય તેવું જણાય રહ્યું છે.

ગુરૂવારે સાંજે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રૂા.3.75 કરોડના જુદાં-જુદાં કામોને મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, ડે.કમિશનર એ.કે.વસતાણી, આસી.કમિશનર બી.જે.પંડયા તથા જુદાં-જુદાં વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular