જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં અને દરજી કામ કરતા યુવાનના મકાનની બારીમાંથી પ્રવેશ કરી તસ્કરો કબાટમાં રાખેલી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની જલારામ મંદિર પાસે આવેલા બ્લોક નં.એલ-44 માં મકાન નં.2933 માં રહેતાં અને દરજી કામ કરતા અતુલભાઈ વિનોદભાઈ સોલંકી નામના યુવાનના મકાનમાં ભરબપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીના બે કલાકના અરસામાં અજાણ્યા તસ્કરોએ દિવાલમાં મૂકેલી બાથરૂમની બારી તોડી અંદર પ્રવેશ કરી લોખંડના કબાટના લોકરમાં રાખેલી રૂા.47,000 ની કિંમતની સોનાની ચીજવસ્તુઓ અને રૂા.1000 ની રોકડ રકમ મળી કુલ રૂા.48,000 ની કિંમતની માલમતા ચોરી કરી ગયાના બનાવની જાણના આધારે પીએસઆઈ ટી બી બુડાસણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ગુનો નોંધી તપાસ આરંભી હતી.