Friday, December 5, 2025
Homeરાજ્યકાલાવડમાં મહિલાના પર્સમાંથી અડધા લાખની માલમતા ચોરાઈ

કાલાવડમાં મહિલાના પર્સમાંથી અડધા લાખની માલમતા ચોરાઈ

કાલાવડ તાલુકાના કોઠા ભાડુકિયામાં રહેતાં મહિલા મુખ્ય બજારમાંથી સવારના સમયે પસાર થતા હતા ત્યારે અજાણી મહિલાએ નજર ચૂકવી મહિલાના પર્સમાંથી બે હજારની રોકડ અને દાગીના સહિત રૂા.50 હજારની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના કોઠા ભાડુકિયા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાનુબેન સનાભાઈ ગમારા નામના મહિલા ગત તા.4 ના રોજ સવારના સમયે કાલાવડ ગામમાં આવેલી બજારમાંથી પસાર થતા હતાં તે દરમિયાન 30 વર્ષની અજાણી મહિલાએ ભાનુબેનની પાસે આવી તેના થેલામાં રહેલા નાના પર્સમાંથી નજર ચૂકવી રૂા.2000 ની રોકડ રકમ અને રૂા.48000 ની કિંમતના સવા ત્રણ તોલાના દાગીના મળી કુલ રૂા.50000 ની માલમતાની ચોરી કરી ગઇ હતી. ત્યારબાદ મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.વી. વડાવિયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular