Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના માછીમારો/ બોટ માલિકો/ આગેવાનો માટે 'બિપરજોય' વાવાઝોડાના પગલે પ્રતિબંધાત્મક હુકમો...

જામનગર જિલ્લાના માછીમારો/ બોટ માલિકો/ આગેવાનો માટે ‘બિપરજોય’ વાવાઝોડાના પગલે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

- Advertisement -

જામનગર જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. તેથી આગામી તા. 15 જૂન સુધી જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ/ હોડીઓના માલિકો, આગેવાનો, મત્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોશીએશનોના હોદેદારોને સૂચના આપવામાં આવે છે કે, ભારત મૌસમ વિભાગ, અમદાવાદના ફોરકાસ્ટ મુજબ ગુજરાતના દરિયાકાંઠામાં આગામી તા. 15 જૂન સુધી 135- 145 કિ.મી./કલાકથી લઈને 160 કિ.મી./કલાક સુધીનો તીવ્ર પવન ફુંકાવાની તેમજ દરિયો પણ તોફાની રહેવાની સંભાવના રહેલી છે.

- Advertisement -

જે અન્વયે, અત્રે મુજબની સુચનાઓનું ફરજીયાત પાલન કરવા જણાવવામાં આવે છે.

(1) હાલમાં માછીમારી માટેની બંધ સિઝનમાં તમામ યાંત્રીક હોડીઓ અને બોટોને માછીમારી કરવા પર પ્રતિબંધ હોય, કોઇપણ માછીમારી હોડીઓ/બોટોએ ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરવા જવું નહી.
(2) બંધ સિઝનમાં માછીમારી કરવાની પરવાનગી ધરાવતા પગડીયા માછીમારો, નોન મોટરાઇઝડ ક્રાફટ, લાકડાની બિનયાંત્રિક એક લકડી અને શઢ વાળી હોડીએ પણ દરિયામાં કે દરિયાકાંઠે માછીમારી કરવા જવું નહી.
(3) દરિયામાં મોટા મોજા ઉછળવાની સંભાવના હોય, તમામ માછીમારોએ પોતાની બોટો સલામત સ્થળે સુરક્ષિત રીતે લાંગરવી તથા બોટોમાં નુકશાન ન થાય તે માટે તેમને મજબુત રીતે બાંધી દેવી.
(4) દરિયાના કાંઠા વિસ્તારમાંથી પોતાના જાન- માલની સલામતીના હેતુથી પોતાની બોટો તથા અન્ય સાધન- સામગ્રી સલામત સ્થળે ખસેડી લેવી.
(5) ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વાવાઝોડા અંગે ચેતવણી મળતા તુરંત જ સલામત સ્થળે ખસી જવું.
(6) દરિયાઇ કાંઠે, બંદર વિસ્તારોમાં કે સમુદ્ર તટ વિસ્તારમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવી, અને કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈપણ વ્યક્તિએ દરિયાકાંઠે અવરજવર કરવી નહી.

- Advertisement -

જામનગર જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ/ હોડીઓના માલિકો, આગેવાનો, મત્યોદ્યોગ સહકારી મંડળી / એસોશીએશનોના હોદેદારોને ઉક્ત સૂચનાઓનું ગંભીરતાપૂર્વક પાલન કરવા મદદનીશ મત્સ્યોધોગ નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular