Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર100 મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધ

100 મીટરના વિસ્તારમાં કોપિયર મશીન ધારકો માટે પ્રતિબંધ

- Advertisement -

આગામી તા.30/10/2022, રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત ક્રમાંક 12/2022-23 મદદનીશ વનસંરક્ષક વર્ગ-2ની લેખિત પરીક્ષાઓ યોજાનાર હોવાથી પરીક્ષાઓ દરમિયાન પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્ષ/કોપીયર મશીન દ્વારા મેળવીને અને પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવા માટે જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ તા.30/10/2022ના સવારના 10થી બપોરના 1 કલાક સુધી તથા સાંજે 3 થી 6 સુધી કોપીયર મશીનો બંધ રાખવા તેમજ ઉપરોક્ત પરિશિષ્ટમાં સમાવિષ્ટ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવે છે.

- Advertisement -

હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.

જિલ્લાના પરીક્ષા માટે નિયત કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી

- Advertisement -

જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય-જામનગર, એ.બી. વિરાણી ક્ધયા વિદ્યાલય-જામનગર, ડી.એસ. ગોજીયા વિદ્યાલય-જામનગર, ડી.સી.સી.વી. હાઈસ્કૂલ અને એન.ડી.શાહ હાયર સેક્ધડરી સ્કૂલ-જામનગર, જી.એસ. મહેતા ક્ધયા વિદ્યાલય-જામનગર, શારદા મંદિર હાઈસ્કૂલ-જામનગર.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular