Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપ.પૂ. ધનકુંવરબાઇ સ્વામિની 20મી પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ

પ.પૂ. ધનકુંવરબાઇ સ્વામિની 20મી પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ

પ્રાર્થના, વ્યાખ્યાન, નિરાંભી આયંબિલ, ત્રણ સામાયિક-જાપ કરાવાશે

જામનગરના પ.પૂ. મહાસતીજી ધનકુંવરબાઇ સ્વામિ ભક્ત મંડળ દ્વારા તા. 15 સપ્ટેમ્બરને ગુરુવારે ભાદરવા વદ પાંચમના દિવસે તેઓના ઉપાશ્રયે તેઓની 29મી પૂણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રાર્થનાનો સમય સવારે 9 થી 9:30 સુધી, વ્યાખ્યાન 9:30 થી 10:30 સુધી, નિરાંભી આયંબિલ 11:30 વાગ્યે સ્વ. વકીલ દલસુખલાલ મોહનલાલ મહેતાના સ્મણાર્થે જયશ્રીબેન મહેતાના હસ્તે તેમજ ત્રણ-ત્રણ સામાયિક અને જાપ ફકત બહેનો માટે બપોરે 2:30 થી 5 સુધી જુદા જુદા દાતાઓ તરફથી પ્રભાવના અને બહુમાન અને બટુકભોજન સાંજે 5:30 વાગ્યે સ્વ. મનહરલાલ ઓતમચંદ દડીયા તરફથી જયદેવીબેન દડીયાના હસ્તે રાખવામાં આવે છે.

- Advertisement -

ઉપરોક્ત પ.પૂ. ધનકુંવરબાઇ મહાસતિજીના ઉપાશ્રયે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મ.સા.ના સુશિષ્યાઓ બા.બ્ર. પૂર્વાબાઇ, સુપુર્વીબાઇ મહાસતીજીઓ હાજર રહેશે. તો તેઓના દર્શન અને વ્યાખ્યાનવાણીનો ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી લાભ લેવા અપીલ કરાઇ છે. પ.પૂ. મહાસતિજી ધનકુંવરબાઇ સ્વામી ભક્ત મંડળ તરફથી નિમંત્રણ પાઠવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular