રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી શેરોની આગેવાનીએ ફોરેન ફંડોની આક્રમક તેજી બાદ ફંડોએ સપ્તાહના અંતે પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગી મોટું કરેકશન જોવાયું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે યુક્રેન મામલે રશિયા પર યુરોપ, અમેરિકાના નવા પ્રતિબંધોની તૈયારી વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને આવતા અને યુ.એસ.ફેડરલ રિઝર્વના ગવર્નર દ્વારા બેલેન્સશીટની સાઈઝ ઝડપથી ઘટાડવાના સંકેત આપતાં વ્યાજ દર વધારવાના નિર્દેશ વચ્ચે બોન્ડસ, યુ.એસ. માર્કેટમાં ધોવાણ સાથે યુરોપ, એશીયાના બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઇન્ડેક્સ બેઝડ ઘટાડો નોંધાયો હતો.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ભારતીય શેરબજારમાં ફરી મોટાપાયે શેરોમાં વેચવાલ બન્યા છે. પેટ્રોલ, ડિઝલના ભાવમાં ૧૦ દિવસમાં રૂ.૧૦થી વધુ વધારો થઈ જતાં ફુગાવા કાબૂ બહાર અસહ્ય બની જતાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોવા સાથે હવે ઔદ્યોગિક એકમોને મોટો ફટકો પડવાના સંકેત સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની મોનીટરી પોલીસી ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષની પ્રથમ બેઠકમાં રેપો રેટને ૪% પર યથાવત્ રાખ્યો છે, જ્યારે રિવર્સ રેપો રેટમાં ૦.૪૦%નો વધારો કરીને ૩.૭૫% કરવામાં આવ્યો છે. આ સિવાય RBIએ નાણાકીય વર્ષ૨૦૨૨-૨૩ માટે GDP ગ્રોથના અનુમાનને ૭.૮%થી ઘટાડીને ૭.૨% કર્યું છે, જ્યારે મોંઘવારી દરનું અનુમાન, ૪.૫%થી વધારીને ૫.૭% કરવામાં આવ્યું છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ભારતીય શેરબજારમાં છેલ્લા બે વર્ષથી રોકાણકારોની વર્તણુક અંગે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક ચોક્કસ વર્ગમાં ભારે વેચાણ જોવા મળે છે તો બીજી તરફ આક્રમક ખરીદી જોવા મળે છે. વિદેશી નાણા સંસ્થાઓ કે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ભારતીય શેરબજારમાં એક બહુ મોટું પરીબળ છે. એમની ખરીદી અને વેચાણથી બજારમાં મોટો ઉછાળો જોવા મળે કે મોટો કડાકો પણ આવે. જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ ભારતના સ્થાનિક રોકાણકારોનું વર્ષ રહ્યું છે. સ્થાનિક રોકાણકારોના સતત નાણા પ્રવાહથી મ્યુચ્યુઅલ ફંડ્સ સતત બજારમાં ખરીદી કરી રહ્યા છે. આ ખરીદી એટલી મોટી છે કે વિદેશી ફંડ્સની જંગી વેચવાલીથી બજારમાં સંભવિત ઘટાડા સામે બજારને એક મોટી સ્થિરતા આપી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં સ્થાનિક રોકાણકારોએ શેરબજારમાં કરેલું સીધું રોકાણ રૂ.૧,૦૯,૮૧૬ કરોડ રહ્યું છે. આ દેશના ઈતિહાસનો સૌથી મોટો આંકડો છે. આવી જ રીતે મ્યુચયુઅલ ફંડ્સમાં ઇક્વિટી સ્કીમમાં નવો પ્રવાહ રૂ.૧,૩૭,૯૪૧ કરોડ રહ્યો છે. આટલા જંગી પ્રવાહના કારણે સ્થાનિક ફંડ્સની ખરીદી બજારમાં વધી રૂ.૨,૨૧,૬૬૦ કરોડ થઇ ગઈ છે. સ્થાનિક ફંડ્સ અને રોકાણકારો સામે વિદેશી રોકાણકારોએ ઈતિહાસમાં સૌથી મોટી વેચવાલી કરી છે. વિદેશી ફંડ્સની માર્ચ સુધીમાં અંદાજીત રૂ.૨,૭૪,૨૪૪ કરોડની વેચવાલી રહી છે.
વિદેશી ફંડ્સ વેચાણ કરી રહ્યા છે તેના માટે અનેક કારણો જવાબદાર છે. સ્થાનિક કરતા આ કારણો વધારે ગ્લોબલ છે. અમેરિકા અને યુરોપમાં ફુગાવો દાયકાઓમાં સૌથી ઉંચો છે, મોંઘવારી હજુ વધશે એવી શક્યતા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારી રહી છે. કોરોનાની અસરો સામે આપેલું જંગી નાણાકીય પેકેજ પરત ખેંચી રહી છે. આ ઉપરાંત, વિદેશી ફંડ્સ એવી આશાઓ રાખી રહ્યા છે કે ભારતીય અર્થતંત્ર ઉપર મોંઘવારીની અસર વધારે થશે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે ભારતમાં ગ્રાહકોની ખરીદી ઘટશે. કંપનીઓની નફાશક્તિ ઘટશે એટલે શેરના વર્તમાન ભાવ ઊંચા છે, મોંઘા છે અને એટલે વેચાણ કરી રહ્યા છે.
સામે સ્થાનિક ફંડ્સ અને રોકાણકારો એવું માની રહ્યા છે કે પાછળના બે વર્ષ કરતા ભલે ઓછું પણ રોકાણ સામે વળતર ચોક્કસ મળશે. બીજુ, વ્યાજના દર રિઝર્વ બેંક ઝડપથી વધારવાની નથી. ભારતમાં કોરોનાના સમયમાં વધારેલી નાણા પ્રવાહિતા પણ જાળવી રાખવા આવશે એટલે કોરોના સામેના દરેક નિયંત્રણ હટશે તો કંપનીઓની આવક જંગી વધશે. આ ઉપરાંત, સ્થાનિક રીતે વ્યાજના દર મોંઘવારી કરતા પણ નીચા હોવાથી વળતર માટે થોડું જોખમ લઇ નાણા પ્રવાહ શેરબજાર તરફ આવી રહ્યો છે.
બજારની ભાવી દિશા…. મિત્રો, વિશ્વ એક તરફ કોરોનાના ભરડામાંથી મુક્ત થઈ રહ્યાના અહેવાલો – સંકેતો વચ્ચે ચાઈનામાં ફરી લોકડાઉનના અહેવાલો વચ્ચે વિશ્વ આ સંકટના કાળની સાથે ફુગાવા – મોંઘવારીની અસહ્ય સમસ્યાથી ઘેરાયું છે. ક્રુડ ઓઈલના ભાવમાં ભડકા સાથે બ્રેન્ટના ભાવ ૧૧૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને ચાલુ વર્ષમાં ભાવ ૧૩૦ ડોલરથી વધુ પહોંચી જવાની આગાહીઓને લઈને ફુગાવાનું પરિબળ જોખમી છે. જો કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની શરૂઆત તેજીએ થઈ છે. અત્યાર સુધી ભારતીય શેરબજારમાં સતત વેચવાલ રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોશેરોમાં ફરી મોટા ખરીદદાર બનવા લાગ્યા છે. વિશ્વની નજર ભારત અને ભારતીય બજારોમાં રોકાણ માટે સારી તક હોવા પર મંડાઈ છે. જેથી અત્યારે આ લેવલે સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી શકાય. ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ફરી ફોરેન ફંડોનું રોકાણ વધવાના પ્રબળ સંજોગો હોવાથી હાલ તુરત શેરોમાં ખાસ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં રોકાણની તક ઝડપી શકાય છે.
રશિયા – યુક્રેન યુદ્વની કટોકટી વકરતાં વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન સાથે વૈશ્વિક ફાઈનાન્શિયલ, કોમોડિટીઝ માર્કેટોમાં મોટી ઉથલપાથલ જોવાઈ છે. વૈશ્વિક શેરબજારો ડામાડોળ બનવા સાથે ભારતીય શેરબજારમાં પણ ચિંતામાં મોટો વધારો થયો છે. આર્થિક મોરચે આ યુદ્વના મોટા નેગેટીવ પરિણામો ભારતે પણ સહન કરવા પડશે એવા સ્પષ્ટ સંકેતે સાથે બન્ને દેશો યુક્રેન-રશિયા વચ્ચે થનારી મંત્રણા અને આગામી સપ્તાહમાં બન્ને દેશો વચ્ચે યુદ્વની પરિસ્થિતિ હળવી થવાની એક આશા ઊભી થઈ છે. જેની પ્રગતિ પર આગામી દિવસોમાં વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૮૯૪ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૦૮૮ પોઇન્ટના પ્રથમ અને ૧૮૧૮૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૮૦૮ પોઇન્ટથી ૧૭૬૭૬ પોઇન્ટ, ૧૭૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૧૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૮૦૪૨ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૮૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૭૮૦૮ પોઇન્ટથી ૩૭૬૭૬ પોઇન્ટ, ૩૭૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) સ્વાન એનર્જી ( ૨૬૨ ) :- ટેક્સટાઇલ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૭ થી રૂ.૨૮૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) રેલીઝ ઈન્ડિયા ( ૨૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૭૩ થી રૂ.૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) ભારત ઈલેક્ટ્રોનિક્સ ( ૨૩૪ ) :- રૂ.૨૧૭ નો પ્રથમ તેમજ રૂ.૨૦૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૫૭ થી રૂ.૨૭૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) એજીસ લોજીસ્ટિક્સ ( ૨૨૮ ) :- ટ્રેડિંગ – ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) મિશ્ર ઘાતુ નિગમ ( ૧૮૫ ) :- રૂ.૧૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૭ ના સ્ટોગ સપોર્ટથી એરોસ્પેસ & ડિફેન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૭ થી રૂ.૨૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) ઓનમોબાઈલ ગ્લોબલ ( ૧૫૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૪૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) દ્વારિકેશ સુગર ઈન્ડ. ( ૧૩૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૨૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) જેકે ટાયર ( ૧૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટાયર & રબર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૨ આસપાસ રોકાણકારે રૂ.૧૩૩ થી રૂ.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) એચડીએફસી લિમિટેડ ( ૨૪૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૪૨૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! હાઉસિંગ ફાયનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૫૦૮ થી રૂ.૨૫૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૮૨૫ ) :- આ સ્ટોક રૂ.૧૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૮૪૮ થી રૂ.૧૮૬૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૭૫૯ ) :- ૧૩૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! આયર્ન & સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૪ થી રૂ.૭૮૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૬૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૭૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૬૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૬૦૬ થી રૂ.૨૫૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૭૦૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) એચડીએફસી બેન્ક ( ૧૫૨૭ ) :- રૂ.૧૫૫૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૬૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૭૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) રામકો સિમેન્ટ ( ૮૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૫૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) વેલસ્પન ઈન્ડિયા ( ૯૭ ) :- ટેક્સટાઇલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) સનફ્લેગ આયર્ન & સ્ટીલ ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે આયર્ન & સ્ટીલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) લેમન ટ્રી હોટેલ્સ ( ૬૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! હોટેલ્સ & રિસોર્ટ્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૨ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ ( ૫૭ ) :- રૂ.૫૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૭૬૦૬ થી ૧૮૧૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )