Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પ્રોવિઝન સ્ટોરમાં હેરઓઇલ પ્રોસેસિંગના નામે આલ્કોહોલ પીણાનું વેચાણ

જામનગરના પ્રોવિઝન સ્ટોરમાં હેરઓઇલ પ્રોસેસિંગના નામે આલ્કોહોલ પીણાનું વેચાણ

એક માસથી આ વેચાણ કરાતું : સિટી સી ડીવીઝન પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યોે : જામનગર સહિતના ત્રણ શખ્સોની અટકાયત

- Advertisement -

જામનગરના સોનલનગર વિસ્તારમાં એક પ્રોવિઝન સ્ટોરમાંથી નશાકારક પ્રવાહી ભેળવેલું ગેરકાયદેસર રીતે વેચવાના કૌભાંડનું પગેરૂં ભાવનગર સુધી પહોંચ્યા પછી પોલીસે હેર ઓઇલમાં ભેળવવા માટેનું પ્રવાહી બહારના રાજ્યમાંથી મેળવ્યા પછી ગેરકાયદે રીતે નશો કરવા માટે વેચાણનું કારસ્તાનમાં ભાવનગર-ખંભાળિયા તથા જામનગરના ત્રણ શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સોનલ નગર વિસ્તારમાં આવેલી ગાત્રાળ કૃપા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આલ્કોહોલ મિશ્રિત પીવાનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેકટર કે.એલ. ગાધે, પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા ટીમે રેઈડ દરમિયાન દુકાનદાર રમેશ દુલા માયાણી દ્વારા પોતાની દુકાનમાંથી બોટલ ઉપર 15 ટકા ઈથાઈલ આલ્કોહોલ ઉમેરેલું હોવાનું સ્પષ્ટ લખેલું હતું અને તેનું ગેરકાયદે રીતે વેચાણ કરતાં મળી આવ્યાં હતાં. તેની પૂછપરછમાં નશાકારક પીણાનો જથ્થો ખંભાળિયાના વતની નારણ ખીમા જામ દ્વારા પુરો પાડવામાં આવ્યો હોવાની કેફીયતના આધાર પોલીસે નારણ ગઢવીેની પૂછપરછ દરમિયાન ઉપરોકત જથ્થો ભાવનગરના બાપુનગર વિસ્તારમાં રહેતાં દિવ્યરાજસિંહ ઉર્ફે મનદીપસિંહ જાડેજા પાસેથી મેળવ્યા હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે તપાસનો દૌર ભાવનગર સુધી લંબાવી દિવ્યરાજસિંહ અને જામનગર બોલાવી તેની પૂછપરછ કરી હતી.

ઉપરોકત શખ્સ દ્વારા બહારના રાજ્યમાંથી 15 ટકા આલ્કોહોલ મિશ્રિત પાણીનો જથ્થો મંગાવ્યો હતો અને દિવ આયુર્વેદિક કેરના નામે આ પીણું હેર ઓઇલ પ્રોસેસિંગ યુનિટમાં ભેળવવા માટે મંગાવ્યું હતું પરંતુ તેણે આ પીણાના છૂટક વેચાણ કરવામાં અને નશો કરવામાં ઉપયોગમાં લીધું હોવાનું જાણમાં આવ્યું હતું. જેણે નશાબંધી અને આબકારી વિભાગ પાસેથી પણ લાઇસન્સ મેળવીને છેતરપિંડી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસે જ ફરિયાદી બની જામનગર, ખંભાળિયા અને ભાવનગરના ત્રણેય શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓ સામે આઈપીસી કલમ 406, 120(બી) તેમજ ગુજરાત નશાબંધી અધિનિયિમ કલમ 65(એ), (ઈ), 81,83,67(ક) મુજબ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ ગુનો દાખલ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular