જામનગર શહેરના અતિશય ગીચ એવા બર્ધનચોકમાં જાહેર માર્ગ પર પથારાવાળાઓ આડેધડ પથારા પાથરી રોડ પર અડચણ રૂપ પથારાવાળાઓને પોલીસ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં જાહેર માર્ગો પર આડેધડ પથારા પાથરી અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓ અને લારી વાળાઓને માર્ગ પરથી ખસેડવાની કામગીરી જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઇ એમ.જે.જલુ તથા સ્ટાફ અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સંયુકત ઓપરેશન હાથધરવામાં આવ્યું છે.