કલ્યાણપુર પંથકમાં ગત સપ્તાહમાં વાવાઝોડા બાદ બીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ફરજ પર રહેલા પીજીવીસીએલના આસિસ્ટન્ટ લાઈનમેન સાથે બોલાચાલી કરી અને તેમની ફરજમાં રૂકાવટ કરવા સબબ તાજેતરમાં કલ્યાણપુર પોલીસ મથકમાં ગાંગડી ગામના સરપંચ કારા રણમલ ચેતરીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી.
આ પ્રકરણમાં પોલીસ દ્વારા તાકાતની કાર્યવાહી કરી, સ્થાનિક પીએસઆઈ એમ.આર. સવસેટા દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીને જેલ હવાલે મોકલી આપવા માટેનો હુકમ કર્યો હતો.
ગાંગણી ગામના સરપંચ દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓને સહકાર આપવાના બદલે આ કર્મચારીને ફડાકા મારી, હુમલો કરી અને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવામાં આવી હોવાનું ખુલવા પામતા આ અંગે તેના દ્વારા સરપંચના પદ ઉપર હોવા છતાં ગુનાહિત કરવામાં આવ્યું હોવાનું જણાવી તેને ગાંગડી ગામના સરપંચ પદ પરથી દૂર કરવા માટે ઉપરી અધિકારીઓ મારફતે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.