જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજરોજ મહાકાળી સર્કલથી 80 ફૂટ રોડ સુધી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં.
જામનગર શહેરમાં મહાકાળી સર્કલથી 80 ફૂટ રોડ સુધીના માર્ગ પર થયેલા દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા અહીં દબાણકારોને નોટીસ આપવામાં આવી હોવા છતાં દબાણો દૂર કરવામાં ન આવતાં આજે સવારથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના એન.આર. દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પીજીવીસીએલની ટીમને સાથે રાખી ડિમોલિશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 10 જેટલી ગેરકાયદેસર દુકાનો અને એક હોટલને તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવી હતી.