Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોંગ્રેસમાં ડખ્ખો : નિખિલ સવાણીને સસ્પેન્ડ કરાયા

કોંગ્રેસમાં ડખ્ખો : નિખિલ સવાણીને સસ્પેન્ડ કરાયા

- Advertisement -

- Advertisement -

ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ સવાણી રાજીનામું આપે તે પહેલાં જ તેઓને સસ્પેન્ડ કરાયા છે. નિખિલ સવાણીને ગુજરાત યુથ કોંગ્રેસના ઇન્ચાર્જે સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ પહેલા યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા પ્રદેશના નેતાઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે. તો બીજી તરફ નિખિલ સવાણી રાજીનામું આપવાના હતા.

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી હેમંત ઓગલેએ કોંગ્રસના ઉપપ્રમુખ પદ પરથી નિખિલ સવાણીને ડિસમિસ કર્યા છે.નિખિલ સવાણી આજે રાજીનામુ આપવાના હતા તે પહેલા જ સસ્પેન્ડ કરાયા છે. યુથ કોગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો હતો.  જેમાં યુથ કોંગ્રેસમાં 35 વર્ષની વય મર્યાદા હોવાછતા 35 વર્ષથી વધુની વયના નિખિલ સવાણી જૂથના નેતાઓને યુથ કોંગ્રેસના પ્રમુખ બનવાની છૂટ અપાઇ હતી જેને લઈ યુથ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જૂથના તાઓને અસંતોષ થતા મામલો ગરમાયો હતો જે બાદ નિખિલ સવાણી અને રાજપુત જૂથના નેતાઓ વચ્ચે બબાલ થઈ હતી.

- Advertisement -

6 જુલાઈના દિવસે અમદાવાદમાં યુથ કોંગ્રેસની બેઠકમાં હોબાળો થતા આ મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો હતો, જ્યાર બાદ 6 લોકોને કારણ દર્શક નોટિસ આપીને નિખિલ સવાણીને પદમાંથી સસ્પેન્ડ કરાયા હતા. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા નિખિલ સવાણી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. અગાઉ તેઓ ભાજપમાં જોડાયા હતા. પરંતુ વિખવાદ બાદ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular