Saturday, March 15, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના 6 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ પારીતોષિક એવોર્ડ

જામનગર જિલ્લાના 6 શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ પારીતોષિક એવોર્ડ

- Advertisement -

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2022 માટે જામનગર જિલ્લાના 6 શિક્ષકોને સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

- Advertisement -

જામનગર જિલ્લાના ત્રણ શિક્ષકો જેમાં જોડિયા તાલુકાની હડિયાણા ક્ધયા શાળાના પ્રાથમિક શિક્ષક દેવાંગી મધવજી બારૈયા, શ્રીમતી યુ. પી. વ્યાસ ક્ધયા વિદ્યાલયના માધ્યમિક શિક્ષક મમતાબેન ધીરજલાલ જોશી, આર. સી. પીઠડ શાળાના પ્રાથમિક સી. આર. સી. વીરડા અજયકુમાર જીવણભાઈને જિલ્લા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. તથા જોડિયા તાલુકાની જશાપર પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક કલ્પેશકુમાર બટુકભાઈ ડાંગર, નેસડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક ભાવેશ રામજીભાઇ પનારા, ધ્રોલ તાલુકાની ખારવા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક પંકજકુમાર દિનેશભાઇ જોશીને તાલુકા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular