Monday, September 25, 2023
Homeમનોરંજનપ્રિયા પ્રકાશ વારિયર ફરી ચર્ચામાં, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

પ્રિયા પ્રકાશ વારિયર ફરી ચર્ચામાં, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

- Advertisement -

પ્રિય પ્રકાશ વારિયર તાજેતરમાં જ ફરી ચર્ચામાં આવી છે. હાલ તેણી એક તેલુગુ ફિલ્મનું શુટિંગ કરી રહી છે. શુટિંગ દરમિયાન તેણી જોરથી જમીન પર પટકાય છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તો પ્રિયાએ આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો અને અને પોતાના જીવન સાથે જોડી દીધો છે.

- Advertisement -

પ્રિયા પ્રકાશ વારિયર ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. હાલ તેણી નીતિન સાથે “ક્રેક” ફિલ્મનું શુટિંગ કરી રહી છે. અને તેનું એક સોન્ગ પણ રિલીઝ થઇ ચુક્યું છે. પ્રિયા પ્રકાશ વારીયરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ક્રેક ફિલ્મના સોન્ગનું શુટિંગ કરી રહી છે. આ વીડિયોમાં તે દોડી નીતિનની પીઠ પર ચડવા જાય છે. તે દરમિયાન તેણી બેલેન્સ ન જાળવી શકતા જમીન પર પટકાય છે. કેપ્શનમાં લખ્યું છે કે “જીવનની વિઝ્યુઅલ રજૂઆત, જ્યારે પણ હું પ્રયત્ન કરું છું અને વિશ્વાસની છલાંગ લગાડું છું ત્યારે મને નીચે પછાડી દે છે.” પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ ‘ક્રેક’ને ચંદ્રશેખર યેલેતી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ 26 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular