જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં વહેલી સવાર થી વરસાદ માહોલ જામ્યો છે.
કાલાવડ તાલુકાના ખરેડી, મોટા વડાળા, જુવાનપર, રાજડા, પીઠડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર માર્ગો જાણે નદી બન્યા હોય તેવું જોવા મળી રહ્યું હતું. મોટા વડાલા અને ઉપરવાસમાં વરસાદના પરિણામે મોટા વડાલાની સ્થાનિક નદીમાં ઘોડપુર આવ્યા હતા. કાલાવડ તાલુકા ના નાનાવડાલા ગામે ખાનગી સ્કૂલની બસ પાણીમાં ખાબકી હતી. આ બસમાં નવ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. ગ્રામજનો દ્વારા ફાયર વિભાગની સાથે બસમાંથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને ડ્રાયવરને સમયસર બચાવી લેવામાં આવતા જાનહાની ટળી હતી. મોટા વડાલાની સ્થાનિક નદીમાં પુર આવતા મોટા વડાલાથી કાલાવડનો રસ્તો થયો બંધ થયો હતો. ભારે વરસાદને પરિણામે નદીઓમાં પુર આવતા નદી બે કાંઠે થઇ હતી. ગ્રામ લોકો નદી નું પુર જોવા ઉમટી પડયા હતા.