જામનગર જિલ્લા જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતાં. જિલ્લા જેલ અધિક્ષક એમ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જેલના કેદીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેલમાં કેદીઓ એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી શકે તે માટે પુસ્તિકા પણ આપવામાં આવી હતી. સામુહિક હનુમાન ચાલીસાના પાઠથી જેલમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો.