Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગુજરાત સ્ટેટ ફાયર વિભાગના ડાયરેક્ટ સાથે વડાપ્રધાનની સમિક્ષા

ગુજરાત સ્ટેટ ફાયર વિભાગના ડાયરેક્ટ સાથે વડાપ્રધાનની સમિક્ષા

જામનગરના ફાયર અધિકારીના વડપણ હેઠળ 21 ફાયર ઓફિસર-204 ફાયરના કર્મચારીઓ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા : 22 રેસ્કયુ બોટ, 12 એમ્બ્યુલન્સ તથા 14 રેસક્યુ વ્હીકલ અને ફાયર ફાઈટરની પણ મદદ લેવાઈ : નેવી-કોસ્ટગાર્ડ- એરફોર્સ-આર્મી-એનડીઆરએફ અને એસડીઆરએફની સંયુક્ત કામગીરી

- Advertisement -

મોરબીના ઝુલતાપુલની હોનારત બાદ સમગ્ર ગુજરાત રાજ્યભરમાંથી રેસ્ક્યુ કામગીરી માટે જુદી જુદી એજન્સીઓની મદદ લેવામાં આવી હતી અને ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેક્ટરની દેખરેખ હેઠળ મોરબીમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જે સમગ્ર કામગીરીનો અહેવાલ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે રજૂ કરવામાં આવ્યો હતો, અને વડા પ્રધાને જામનગરના ફાયર અધિકારી કે. કે. બિશ્નોય સાથે વાતચીત કરીને સમગ્ર જાણકારી મેળવી હતી.

મોરબીના ઝુલતા પુલની રવિવારે બનેલી હોનારત પછી જામનગરના ફાયર ઓફિસર તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સર્વિસીસના ડાયરેક્ટર કે.કે. બિશ્નોઇ તાત્કાલિક અસરથી જામનગરના બે ફાયર ઓફિસર તથા 12 જેટલા ફાયર કર્મચારીઓને બે બોટ તથા બે રેસ્ક્યૂવેન સાથે મોરબી પહોંચ્યા હતા. તેઓની દેખરેખ હેઠળ રાજકોટ, મોરબી, ગોંડલ, અમરેલી, ખંભાળિયા, દ્વારકા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, હળવદ, વેરાવળ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર સહિત 17 જેટલા જિલ્લાઓમાંથી ફાયરની મદદ લેવામાં આવી હતી.

- Advertisement -

જેમાં કુલ 21 ફાયર ઓફિસરો અને 204 ફાયર કર્મચારીઓ જોડાયા હતા. દુર્ઘટના બાદથી અત્યાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. જેમાં 22 જેટલી રેસ્ક્યુ બોટની મદદ લેવામાં આવી છે. ઉપરાંત 12 એમ્બ્યુલન્સની મદદ લેવાઈ રહી છે. ઉપરાંત ફાયર ફાઈટર અને રેસ્ક્યુ વેન વગેરે 14 વાહનોને પણ જોડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, એરફોર્ષ, આર્મી, એનડીઆરએફ અને એસ ડી આર એફની ટીમ પણ જોડાઈ ચૂકી છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સાથો સાથ નદીમાં ફસાયેલા મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે.
મંગળવારે બપોરપછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે, જેઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જે દરમિયાન ફાયર વિભાગના ડાયરેક્ટર કે. કે. બિશ્નોઇ સાથે વાતચીત કરીને સમગ્ર રેસ્ક્યુ કામગીરીનો અહેવાલ માંગ્યો હતો. જે કામગીરી હજુ પણ અવિરત ચાલુ રખાઇ છે. ગુજરાત રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ત્યાં જ મુકામ રાખીને ખડે-પગે રહ્યા છે અને તમામ એજન્સીઓના અધિકારીઓ સાથે રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular