Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયગોપાલગંજના ઓરકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરના દર્શનાર્થે વડાપ્રધાન

ગોપાલગંજના ઓરકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરના દર્શનાર્થે વડાપ્રધાન

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે. આજે પોતાની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મંદિરોની પણ મુલાકાત લીધેલ હતી. મંદિર પણ ઘણું ખાસ છે. એકનું તો સીધું કનેક્શન પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડવામાં આવે છે. આ મંદિર જે મતુઆ સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે, એ સમુદાયનો પ્રભાવ પશ્ચિમ બંગાળની 70 વિધાનસભા સીટો પર છે. ખાસ વાત એ છે કે આજે તેમાંથી અનેક સીટો પર વોટિંગ પણ છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં ભાજપા અને તૃણમૂલ કોંગ્રેસ માટે મતુઆ સમુદાય શા માટે અગત્યનો છે? આ સમુદાય કોને મત આપતો રહ્યો છે? જે મંદિરમાં મોદી જઈ રહ્યા છે, તેનો શું ઈતિહાસ છે? વડાપ્રધાન મોદી આજે ગોપાલગંજના ઓરકાંડીમાં બનેલા મતુઆ સમુદાયના મંદિરે ગયેલ. અહીં મોદી હરિચંદ મંદિરમાં પૂજા પછી મતુઆ સમુદાયના લોકોને મળેલ.

આ મંદિર હરિચંદ ઠાકુરનું છે. જેમને મતુઆ સમુદાયના લોકો ભગવાનનો અવતાર માને છે. શૂદ્ર જાતિથી આવનારા હરિચંદ ઠાકુર મતુઆ મહાસંઘના સ્થાપક હતા. તેમણે ઓરકાંડીમાં 1860માં ધાર્મિક સુધાર આંદોલનની શરૂઆત કરી. આ આંદોલન પછી બાંગ્લાદેશમાં મતુઆ સંપ્રદાય બન્યો. 1947માં ભારત વિભાજન પછી આ સમુદાયના અનેક લોકો પશ્ચિમ બંગાળ આવી ગયા અને અહીં જ વસી ગયા. 2011ની વસતી ગણતરી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં આ સમુદાયની વસતી 2 કરોડ આસપાસ છે. જો કે કેટલાક લોકો તેની વસતી 3 કરોડ હોવાનો પણ દાવો કરે છે. મોટાભાગના મતુઆની વસતી નોર્થ 24 પરગણા, સાઉથ 24 પરગણા, નાદિયા અને જલપાઈગુડી, સિલિગુડી, કૂચબિહાર અને વર્ધમાન જિલ્લામાં ફેલાયેલી છે. પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિની કુલ વસતી 23%થી વધુ છે. કુલ અનુસૂચિત જાતિ વસતીના 20% મતુઆ સમુદાયના લોકો છે. 70 વિધાનસભા સીટો પર તેની અસર છે. 2009 અગાઉ મતુઆ સમુદાય લેફ્ટ સમર્થક મનાતા હતા પરંતુ 2009 પછીથી તેમને તૃણમૂલના સમર્થક મનાવા લાગ્યા. તેના પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તેમના વોટ ભાજપાની તરફ પણ શિફ્ટ થયા. હરિચંદ ઠાકુરના પરિવારમાંથી આવતા બીનાપાણિ દેવી જેમને આ બંગાળમાં બોરો માતા એટલે કે મોટી મા કહે છે. મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીક માનવામાં આવતા હતા. 2019માં વડાપ્રધાન મોદી પણ બંગાળમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બોરો માના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બોરો માનો મતુઆ સમુદાય પર ઘણો પ્રભાવ રહ્યો છે. માર્ચ 2019માં બોરો માના નિધન પછી તેમનો પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયોછે. એક તૃણમૂલની સાથે છે તો બીજો ભાજપાની સાથે. આ રીતે જ્યારે આજે મોદી બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના મંદિર અને 51 શક્તિપીઠમાં સામેલ સુગંધા શક્તિપીઠમાં પૂજન-અર્ચન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular