Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોરેશીયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ જામનગર પહોંચ્યા

મોરેશીયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ જામનગર પહોંચ્યા

સોરઠની ઝાંખી કરાવતો રોડ શો યોજાયો : ઠેર-ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરાર્યું

- Advertisement -

જામનગર ખાતે આજરોજ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર  ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ થશે ત્યારે આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પણ ખાસ જોડાવા જઈ રહ્યા છે. મોરેશિયસના વડાપ્રધાન એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મોરેશિયસના વડાપ્રધાન  પ્રવીન્દ એરપોર્ટથી  બહાર નીકળતા તેમના અભિવાદન માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આપણી સંસ્કૃતિના દર્શન તેમને કરાવ્યા હતા. પ્રધાનમંત્રીનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરતા વિવિધ સ્ટોલ સાથે  દુહા-છંદ અને દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ તકે મોરેશિયસના વડાપ્રધાન સાથે આવેલ તેમનું ડેલિગેશન પણ આ અદકેરા સ્વાગતથી ભાવવિભોર બની ગયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular