આજથી દક્ષિણ આફ્રિકાનાં જોહનીસબર્ગમાં 15 મી બ્રિકસ સમીટનો આરંભ થઈ રહ્યો છે જેમાં પીએમ મોદી પણ ભાગ લેવાના છે. આ સમીટમાં આર્થિક અને સુરક્ષા હિતો પર ભારતનું ફોકસ રહેશે ત્રિદીવસીય આ સમીટ 24 ઓગસ્ટ સુધી ચાલશે.
બ્રિકસ સમીટનો આરંભ ગ્રુપનાં બીઝનેસ ફોરમની બેઠક સાથે થશે. પીએમ મોદી આ બ્રિકસ શિખર સંમેલનમાં સભ્ય દેશોનાં એકબીજાનાં સુરક્ષા હિતોનું સન્માન કરવા અને આતંકવાદ વિરૂદ્ધ એક અવાજમાં બોલે તેવી આશા રાખવામાં આવી રહી છે. પીએમ મોદીની વર્ષ 2019 પછીની આ પ્રથમ વ્યકિતગત બ્રિકસ સમીટ હશે. આ સમીટમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સીરીલ રોમાફોસા, બ્રાઝીલનાં લુઈસ લુલા દા સિલ્વા સહીત 50 થી વધુ દેશોના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. જયારે રશીયાનાં રાષ્ટ્રપતિ પુતિન વીડીયો કોન્ફરન્સીંગથી સમીટમાં જોડાશે.