Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગોરખપુર રેલવે સ્ટેશનથી બે નવી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન

ગોરખપુર રેલવે સ્ટેશનથી બે નવી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન

‘વંદે ભારત’ ટ્રેન ગોરખપુર-લખનૌ વાયા અયોધ્યા અને જોધપુર-અમદાવાદ (સાબરમતી) વચ્ચે દોડશે

- Advertisement -

વડાપ્રધાને ગોરખપુર રેલવે સ્ટેશનથી બે નવી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી વંદે ભારત ટ્રેન ગોરખપુર-લખનૌ વાયા અયોધ્યા અને જોધપુર-અમદાવાદ (સાબરમતી) વચ્ચે શરૂ કરવામાં આવી હવે, દેશમાં કુલ 50 વંદે ભારત રૂટ કાર્યરત છે. આ ટ્રેનો હાલના રૂટની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં યાત્રાના સમયમાં કલાકોની બચત કરી રહી છે.

- Advertisement -

વંદે ભારત એક્સપ્રેસ યાત્રીઓને વિશ્ર્વસ્તરીય અનુભવ પ્રદાન કરી રહી છે અને ટુરીઝમને પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય રેલવે એક ઐતિહાસિક દિવસનો સાક્ષી બન્યું છે. જ્યારે વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના બે નવા અને અપગ્રેડેડ વર્ઝનને લીલી ઝંડી બતાવી. કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી, યોગી આદિત્યનાથ, ગોરખપુરના સાંસદ રવિ કિશન શુક્લા, જનપ્રતિનિધિઓ અને વિશેષ અતિથિઓ પણ સ્થળ પર હાજર હતા.

આરામદાયક અને ઉત્કૃષ્ટ રેલ યાત્રાના અનુભવના નવા યુગની શરૂઆત કરતા, બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ગોરખપુર – લખનૌ વાયા અયોધ્યા અને જોધપુર – અમદાવાદ (સાબરમતી) વચ્ચે દોડી રહી છે. વડાપ્રધાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવેલ હતું. આ વંદે ભારત ટ્રેનો રાજ્યની રાજધાનીઓ અને અન્ય શહેરો વચ્ચે કનેક્ટિવિટી સુધારશે, યાત્રાનો સમય ઘટાડશે અને યાત્રીઓની સુવિધામાં વધારો કરશે. આ વંદે ભારત ટ્રેનો આપણા રાષ્ટ્રના દરેક ખૂણે ન્યુ ઈન્ડિયા – વિકસિત ભારતનો સંદેશ લઈને જઈ રહી છે.

- Advertisement -

ઉત્તર પ્રદેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ગોરખપુરથી ઉપડશે અને તે જ દિવસે લખનૌ પહોંચશે બસ્તી અને અયોધ્યામાં સ્ટોપેજ સાથે, વંદે ભારત ટ્રેનના સંચાલનથી ગોરખપુર અને લખનૌ અને નજીકના ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી વધશે, સાથે જ પ્રદેશનો સર્વાંગી વિકાસ પણ થશે. આ રૂટ ધાર્મિક નગરો વચ્ચે કનેક્ટિવિટીની લાંબા સમયની માંગને પણ પૂર્ણ કરશે.

રાજસ્થાનની જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોધપુર રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને તે જ દિવસે અમદાવાદ (સાબરમતી) સ્ટેશન પહોંચશે. માર્ગમાં પાલી મારવાડ, રાણકપુર, આબુ રોડ, પાલનપુર અને મહેસાણા ખાતે સ્ટોપેજ કરશે, તે સરળ અને ઝડપી યાત્રાની સુવિધા આપશે અને આ પ્રદેશોની સંસ્કૃતિ, પર્યટન અને તીર્થસ્થાનોને જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે. વંદે ભારત એક્સપ્રેસ એક સુખદ અને બહેતર રેલ યાત્રાનો અનુભવ પણ પ્રદાન કરશે.

- Advertisement -

વડાપ્રધાને ગોરખપુર રેલવે સ્ટેશનના પુન:વિકાસનો શિલાન્યાસ પણ કર્યો હતો.આ સ્ટેશનને લગભગ રૂ.498 કરોડના ખર્ચે પુન:વિકાસિત કરવામાં આવશે. અને વિશ્ર્વસ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો અનેક શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે જે યાત્રીઓને વિશ્ર્વસ્તરીય આરામદાયક મુસાફરીનો અનુભવ અને કવચ ટેકનોલોજી સહિત અદ્યતન સલામતી સુવિધાઓ પ્રદાન કરશે. દરેક ટ્રેનને 160 કિ.મી.પ્રતિ કલાકની ગતિ માટે સંપૂર્ણ સસ્પેન્ડેડ ટ્રેક્શન મોટર્સ ધરાવતી બોગી આપવામાં આવી છે. અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ યાત્રીઓ માટે સરળ અને સલામત યાત્રા અને ઉત્કૃષ્ટ આરામની ખાતરી આપે છે.

આ ટ્રેનને પાવર કાર સાથે ડિસ્પેન્ડીંગ કરીને અને અદ્યતન રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સાથે લગભગ 30 % વીજળીની બચત કરીને ભારતીય રેલવેના ગ્રીન ફૂટ પ્રિન્ટને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular