Saturday, July 27, 2024
Homeમનોરંજનદાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મો-સ્ટારને પ્રધાનમંત્રીના અભિનંદન

દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મો-સ્ટારને પ્રધાનમંત્રીના અભિનંદન

અજય-અક્ષય-દિપીકાએ મેદાન માર્યું

- Advertisement -

પાંચમા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ 2021નું આયોજન 20 ફેબ્રુઆરીની રાત્રે મુંબઈમાં થયું હતું. અવોર્ડ સેરેમનીમાં અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી’ને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો હતો. ‘લક્ષ્મી’ માટે અક્ષય કુમારને બેસ્ટ એક્ટર અને ‘છપાક’ માટે દીપિકા પાદુકોણ બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીતી હતી.

- Advertisement -

વિનર્સનું લિસ્ટ:-

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ: પેરાસાઈટ
બેસ્ટ ફિલ્મ: તાન્હાજી: ધ અનસંગ વોરિયર
બેસ્ટ ડિરેક્ટર: અનુરાગ બસુ (લૂડો)
બેસ્ટ સિનેમેટોગ્રાફર: જિતિન હરમીત સિંહ (ખુદા હાફિઝ)
બેસ્ટ એક્ટર: અક્ષય કુમાર (લક્ષ્મી)
બેસ્ટ એક્ટ્રેસ: દીપિકા પાદુકોણ (છપાક)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર: સુશાંત સિંહ રાજપૂત (દિલ બેચારા)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ: કિઆરા અડવાણી (ગિલ્ટી)
બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ) વિક્રાંત મેસી (છપાક)
બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ) રાધિકા મદન (અંગ્રેજી મીડિયમ)
બેસ્ટ એક્ટર (કોમિક રોલ) કુનાલ ખેમુ (લૂટકેસ)
આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યૂશન ઈન ફિલ્મ ઈન્ડસ્ટ્રી: ધર્મેન્દ્ર
પર્ફોર્મર ઓફ ધ યર: નોરા ફતેહી
ફોટોગ્રાફર ઓફ ધ યર: ડબ્બુ રત્નાની
સ્ટાઈલ દિવા ઓફ ધ યર: દિવ્યા ખોસલા કુમાર
આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યૂશન ટૂ લિટરેચર ઈન ઈન્ડિયન સિનેમા: ચેતન ભગત
બેસ્ટ વેબ સિરીઝ: સ્કેમ 1992
બેસ્ટ એક્ટર (વેબ સિરીઝ) બોબી દેઓલ (આશ્રમ)
બેસ્ટ એક્ટ્રેસ (વેબ સિરીઝ) સુસ્મિતા સેન (આર્યા)
આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યૂશન ઈન મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી: અદનાન સામી
આલ્બમ ઓફ ધ યર: તિતલિયાં
ટીવી સિરીઝ ઓફ ધ યર: કુંડલી ભાગ્ય
બેસ્ટ એક્ટર (ટીવી સિરીઝ) ધીરજ ધૂપર (નાગિન 5)
બેસ્ટ એક્ટ્રેસ (ટીવી સિરીઝ) સુરભિ ચાંદના (નાગિન 5)
બ્લેક ફ્રાઈડે’, ‘સરકાર રાજ’, ‘ગુલાલ’, ‘ABCD’ તથા ‘ધ ગાજી અટેક’માં જોવા મળેલા કે કે મેનનને મોસ્ટ વર્સટાઈલ એક્ટરનો ખિતાબ આપવામાં આવ્યો છે. થોડાં દિવસ પહેલાં જ 54 વર્ષીય એક્ટરે સો.મીડિયામાં આ અંગેની વાત શેર કરી હતી.
થોડાં દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સની ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લેટરમાં કહ્યું હતું, ‘દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ 2021 અંગે જાણીને આનંદ થયો. આ અવોર્ડ દાદા સાહેબ ફાળકેના વારસાની ઉજવણી છે. તેઓ સાચા દૂરદર્શી હતા.. તેમની ઈન્ડિયન સિનેમામાં શાનદાર જર્ની રહી અને તેમની ભૂમિકા મહત્ત્વની હતી. તમામ વિજેતાઓને દિલથી શુભેચ્છા. આશા છે કે આ અવોર્ડ્સ અનેક સ્ટેકહોલ્ડર્સની વાર્તા કહેવાની કળાને ઊંચા સ્તર પર લઈ જવા માટે પ્રેરિત કરશે. ફિલ્મ ફેસ્ટિવલ 2021ની સફળતા માટે શુભકામના.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular