મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કે.એમ. ભોચિયાની પુત્રી મહેક ખીમજીભાઇ ભોચિયા એ જામનગરની એ.કે.દોશી વિદ્યાલયમાં અભ્યાસ કરી ધો.10 ના પરિણામમાં 96.63 પીઆર સાથે એ ટુ ગ્રેડ મેળવી સમગ્ર પોલીસ પરિવાર અને ભોચિયા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. ઘર કામ કરવાની સાથે-સાથે અભ્યાસમાં પણ અવ્વલ રહી મહેક એ મોરબી તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં ફરજ બજાવતા પોલીસ પરિવાર માટે ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડયું છે.