Sunday, March 30, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

જામનગરમાં એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ

ગુલાબનગર, અંબરચોકડી રોડ સહિતના વિસ્તારોમાંથી રેંકડી-કેબિનો જપ્ત : થાંભલાઓ પર લગાવાયેલ ગેરકાયદેસર હોર્ડીંગ્સો પણ ઉતારાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા સતત બે દિવસથી દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં ગઈકાલે મંગળવારે ગુલાબનગર રોડ પરથી રેંકડીઓ-કેબિનો કબ્જે કર્યા બાદ આજે સવારથી જામનગર શહેરના અંબર ચોકડીથી પંચવટી સુધીના માર્ગના પરથી રેંકડી-કેબિનોના દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આ માર્ગ પર લાગેલા હોર્ડિંગ પણ હટાવવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરના અનેક માર્ગો પર રોડની બન્ને તરફ રેંકડી-કેબિનોના ખડકલા જોવા મળતા હોય છે. આ રેંકડી-કેબિનોના દબાણને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ સર્જાતી હોય છે. રોડની બન્ને તરફ રેંકડી અને કેબિનોના દબાણ ઉપરાંત દુકાનધારકો દ્વારા ફુટપાથ પર માલસામાન ગોઠવી રોડ પર દબાણ કરવામાં આવતું હોય છે. જેને પરિણામે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. અનેક સ્થળોએ ફળફ્રુટ સહિતની ચીજવસ્તુઓના વેંચાણના હંગામી સ્ટોલ ઉભા થઈ ગયા છે. આ ઉપરાંત ખાણીપીણીની રેંકડી અને કેબિનધારકો ટેબલખુરશી સહિતનો માલ સામાન રોકી દબાણ કરતા હોય છે. જેને ધ્યાને લઇજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલથી દબાણો હટાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે ગુલાબનગરથી સુભાષબ્રિજ સુધીના માર્ગ પરથી અંદાજે એક ડઝનથી વધુ રેંકડીઓ તથા કેબિનો કબ્જે કરી મહાનગરપાલિકાની કચેરીમાં રાખી દેવામાં આવી હતી. આ ઉપરાંત માલસામાનના વેંચાણ માટે મંડપના માચડાઓ ઉભા કરવામાં આવ્યા હોય તેને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ આજે સવારથી જામનગર શહેરના અંબરચોકડીથી પંચવટી સુધીના માર્ગ પર આ ઝુંબશ યથાવત રાખવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા અંબરચોકડી રોડ પરથી રેંકડી-કેબિનો સહિતનાદ બાણો હટાવ્યા હતાં આ ઉપરાંત માર્ગમાં થાંભલાઓ પર લગાવાયેલ ગેરકાયદેસર હોર્ડીંગ્સ પણ દુર કરવામાં આવ્યા હતા. તેમજ દુકાનધારકોએ માર્ગમાં અડચણરૂપ થાય તે રીતે રખાયેલ માલસામાન પણ હટાવવા કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી રાજભા જાડેજા, નીતિન દિક્ષીત, અનવર ગજણ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular