Thursday, December 12, 2024
Homeરાજ્યરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી દ્વારા ચિત્ર ભેટ આપી રાષ્ટ્રપતિનું સ્વાગત કરાયું

- Advertisement -

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના સહ પરિવાર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજભાઈ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે વગેરેએ આવકાર્યા હતા. ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી દીપકભાઈ, હેમલભાઈ તથા મુરલીભાઈએ રાષ્ટ્રપતિને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.

- Advertisement -

રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી જેને રાષ્ટ્રપતિએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હતી.

જગત મંદિર ખાતે રાષ્ટ્રપતિ સાથે પૂજા વિધિમાં રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, કલેકટર એમ.એ.પંડ્યા, ડી.ડી.ઓ. ડી. જે. જાડેજા, પોલીસ વડા નિતેશ પાંડે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular