રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે અસમના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 સુખોઇ ફાઇટર જેટથી ઉડાન ભરી હતી. મુર્મુ પહેલાં દેશના 12મા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલે 2009માં સુખોઈમાં ઉડાન ભરી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને અસમના તેજપુર એરફોર્સ સ્ટેશન પહોંચવા પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આ સમયે ચીનની સરહદ પર સેનાને મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચીન સતત ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યું છે. આવા સમયે રાષ્ટ્રપતિ સુખોઈ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરવું તે દુશ્મન દેશોને ભારત તરફથી કડક સંદેશ આપવાનો છે. જણાવી દઈએ કે તેજપુર એરફોર્સ બેઝ દેશની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ એરબેઝ છે. પ્રતિભા પાટીલે સુખોઈમાં ઉડાન ભરીને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાં હતા. પહેલો- સુખોઈમાં ઉડાન ભરનારાં કોઈ દેશની પહેલાં મહિલા રાષ્ટ્રપતિ બીજો – કોઈ દેશનાં સૌથી વૃદ્ધ મહિલા. ત્યારે પ્રતિભા પાટીલ 74 વર્ષનાં હતાં.
તેમનું નામ ગિનીઝ બુકમાં પણ નોંધાયેલું છે. પ્રતિભા પાટીલ પહેલાં ડો. એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ રહીને 8 જૂન, 2006ના રોજ સુખોઈમાં ઉડાન ભરી ચૂક્યા છે. આવું કરનારા તેઓ દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા. પ્રતિભા પાટીલે તેમના પછી સુખોઈમાં ઉડાન ભરી હતી. હવે દ્રૌપદી મુર્મુ આવું કરનારાં ત્રીજાં રાષ્ટ્રપતિ બન્યા છે.