આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રોટેશન મુજબ અનામત સીટો ઉપર નિયુકતીનો ચૂસ્ત અમલ કરવા જામનગર શહેર કોંગે્રસ સમિતિ સંગઠન મહામંત્રી ભરત વાળા દ્વારા નિવાસી અધિક કલેકટર મારફત સમર્પિત આયોગના સભ્યો સચિવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
સ્વરાજ્ય સ્વરાજ્ય સંસ્થાઓમાં બંધારણીય જોગવાઈઓ મુજબ રાજ્યમાં ઓબીસીની 146 વિવિધ જ્ઞાતિઓની વસ્તી પ્રમાણે અનામત સીટોની ફાળવણી થાય અને શાસન પ્રશાસનમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે સરપંચથી લઇને મેયર જિલ્લા પંચાયત પ્રમુખ વગેરે માટે રોટેશન મુજબ અનામત સીટો ઉપર નિયુકિતનો રાજ્યમાં ચૂસ્ત અમલ થાય તે માટે ઓબીસી અન્ય પછાત વર્ગોની વસ્તી ગણતરી કરી ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણી 2022 માં પણ આ જોગવાઈનો અમલ થાય તે માટે માંગણી કરવામાં આવે છે અને જે જિલ્લામાં ઓબીસી અન્ય પછાત વર્ગોની વસ્તી વધુ છે તે આધારે રાજ્ય ચૂંટણી પંચને ભલામણ કરવામાં આવે અને ઓબીસી અન્ય પછાત વર્ગોને શાસન પ્રશાસનમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે માંગણી કરવામાં આવી છે.