ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઇ જામનગર જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે.

ભારતીય મઝદૂર સંઘ સલગ્ન ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટપુર્વેની બેઠકમાં થયેલ માંગણીઓ અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જેમાં આશા વર્કસને ઈપીએફઓ અને ઈએસઆઈસી હેઠળ લાવવા, આશાવર્કસ કાર્ય દરમિયાન અકસ્માત અથવા મૃત્યુ થવા પર પાંચ લાખની સહાય, આશા વર્કરને વર્ષમાં બે વખત ગણવેશ આપવા તથા તેની રકમની જોગવાઈ કરવા, કોવિડમાં કરાયેલ 10 હજાર રૂપિયાની ઘોષણા અંગે તાકીદે ચુકવણી કરવા સહિતની માંગણીઓ અંગે કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે.